કોચી: ઘણી વખત ચોર ચોરી કરવા ઘરમાં ઘૂસતો હોય છે પણ એને પસ્તાવો થતા તે ખાલી હાથે જ પાછો ફરી જાય છે. કેરળમાં ચોર ચોરી કરવા માટે મિલિટરી ઓફિસરના ઘરમાં ઘૂસે છે, તેને જરાક પણ અંદાજો નહોતો કે આ કોનું ઘરે છે ! પણ જેવી ખબર પડી કે તેવો તેને પસ્તાવો થયો અને ઘરની દીવાલ પર માફી માગીને નીકળી ગયો.
ચોર જે ઘરમાં ચોરી કરવા આવ્યો હતો તે ઘર રિટાયર્ડ આર્મી ઓફિસરનું હતું. આ ઘટના મંગળવારે રાત્રે બની હતી. પોલીસને તપાસ દરમિયાન ઘરમાંથી કોઈ પણ વસ્તુ ચોરી કરેલી મળી નથી. પોલસીએ કહ્યું કે, ચોરે દીવાલ પર માફ કરી દોના મેસેજ પરથી લાગે છે કે, ઈન્ડિયન મિલિટરી પ્રત્યે તેના દિલમાં અલગ જ સ્થાન છે, આથી તે ઘરમાં મિલિટરી કેપ જોઈને ચોરી કરતા અટકી ગયો હતો.
ઘરના માલિકે સવારે દરવાજો તૂટેલો જોતા અને ચોરનો મેસેજ વાંચ્યા પછી પોલીસ સ્ટેશન ગયા હતા. પોલીસે ઘરની તપાસ કરીને ચોરને શોધવાની તપાસ હાથ ધરી છે.