Home Gujarati ચીને કોરોના વાઈરસના દર્દીઓને જમવાનું અને દવા આપતો રોબોટ બનાવ્યો

ચીને કોરોના વાઈરસના દર્દીઓને જમવાનું અને દવા આપતો રોબોટ બનાવ્યો

118
0

વુહાન: ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઈરસ માત્ર ચીન જ નહીં પણ આખા વિશ્વ માટે જોખમ બની ગયો છે. અત્યાર કોરોના વાઈરસને લીધે 900થી વધારે લોકોનાં મુત્યુ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં 97 લોકોનાં મોત થયા છે.

ચીનમાં કોરોના વાઈરસનો ભોગ બનેલા દર્દીઓ માટે ડોક્ટર અને નર્સ ખડેપગે સેવા કરી રહ્યા છે. ચીનમાં નેનજીંગ શહેરની હોસ્પિટલે દર્દીઓને જમવાનું અને દવા પહોંચાડે તે માટે સ્પેશિયલ રોબોટ તૈયાર કર્યો છે.રોબોટ 360 ડિગ્રીએ ફરી શકે છે. ચીનની મીડિયાએ ટ્વિટર પર રોબોટનો વીડિયો પણ શેર કર્યો છે. આ વાઈરસના કારણે સમગ્ર દુનિયામાંથી અંદાજે 100 લોકોના મોત થઈ રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Robots employed to deliver food, meds to coronavirus affected patients