Home Gujarati ચંદ્રયાન-2ની રિપોર્ટિંગ કરીને ચર્ચામાં આવનાર દેશની પ્રથમ ટ્રાન્સવુમન પત્રકારે લગ્ન કર્યાં

ચંદ્રયાન-2ની રિપોર્ટિંગ કરીને ચર્ચામાં આવનાર દેશની પ્રથમ ટ્રાન્સવુમન પત્રકારે લગ્ન કર્યાં

138
0

એર્નાકુલમ: કેરળના એર્નાકુલમ જિલ્લામાં દેશની પ્રથમ ટ્રાન્સવુમન પત્રકાર હેઇદી સાદિયાએ રવિવારે અથર્વ મોહન સાથે લગ્ન કર્યા છે. કેરળ રાજ્યમાં ટ્રાન્સજેન્ડરના મેરેજનો આ ચોથો કેસ છે. હેઇદી ચંદ્રયાન-2ના લોન્ચિંગના રિપોર્ટિંગ વખતે સમાચારમાં આવી હતી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, હેઇદી સાદિયા ટ્રાન્સજેન્ડર અને મેકઅપ આર્ટિસ્ટ રેન્જુ રંજીની દીકરી છે. તો બીજી તરફ અથર્વ મોહનને પણ ટ્રાન્સજેન્ડર કપલ ઈશાન શાન અને સૂર્યાએ દત્તક લીધો હતો. આ મેરેજમાં નવયુગલને આશીર્વાદ આપવા માટે ટ્રાન્સજેન્ડર કમિટી અને અન્ય લોકો પણ હાજર રહ્યા હતા.

હેઇદીએ મલયાલમ ભાષાના કૈરાલી ન્યૂઝ ચેનલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ગયા વર્ષે 31 જાન્યુઆરીએ તેણે જર્નલિસ્ટની જોબ પણ કરી. તે રાજ્યની સાથોસાથ દેશની પણ પ્રથમ ટ્રાન્સજેન્ડર જર્નલિસ્ટ છે. તેણે ત્રિવેન્દ્રમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પોસ્ટગ્રેજ્યુએશન કર્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The country’s first trans woman journalist married, the fourth such marriage in the state