Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
tata – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Tue, 01 Dec 2020 12:02:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટેલનો અમદાવાદમાં પ્રારંભ, ટાટા ગ્રુપે સંકલ્પ ઇન સાથે મળી તાજ હોટેલની શરૂઆત કરી https://newsnfeeds.com/gujarats-largest-five-star-hotel-launched-in-ahmedabad-tata-group-launches-taj-hotel-with-sankalp-inn/ Tue, 01 Dec 2020 12:02:57 +0000 https://newsnfeeds.com/?p=157546 સિંધુ ભવન રોડ પર બનેલી 18 માળની તાજ સ્કાયલાઈનમાં 315 રૂમ્સ ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલ બનાવી છે. સિંધુભાવન રોડ પર 1.4 એકરમાં બનેલી આ હોટલમાં 315 જેટલા રૂમ્સ છે. IHCL દ્વારા આ હોટેલને તાજ સ્કાયલાઈન નામ આપવામાં આવ્યું છે. થયેલા કરાર […]

The post ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટેલનો અમદાવાદમાં પ્રારંભ, ટાટા ગ્રુપે સંકલ્પ ઇન સાથે મળી તાજ હોટેલની શરૂઆત કરી appeared first on News n Feeds.

]]>

સિંધુ ભવન રોડ પર બનેલી 18 માળની તાજ સ્કાયલાઈનમાં 315 રૂમ્સ

ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલ બનાવી છે. સિંધુભાવન રોડ પર 1.4 એકરમાં બનેલી આ હોટલમાં 315 જેટલા રૂમ્સ છે. IHCL દ્વારા આ હોટેલને તાજ સ્કાયલાઈન નામ આપવામાં આવ્યું છે. થયેલા કરાર મુજબ હોટેલની પ્રોપર્ટી સંકલ્પ ઈને બનાવી છે અને હોટલનું મેનેજમેંટ ઇન્ડિયન હોટેલ્સ કરશે. આ સાથે જ ઇન્ડિયન હોટેલ્સની ગુજરાતમાં 13 હોટેલ્સ થઇ છે અને એક હોટેલ નિર્માણાધીન છે.

કંપની માટે અમદાવાદ મહત્વનું માર્કેટ
ધ ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનીત ચટવાલે જણાવ્યું કે, તાજ સ્કાયલાઇન સાથે, IHCLએ અમદાવાદમાં પ્રવેશ કર્યો છે, જે ભારતનું એક અગત્યનું ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર છે. આનાથી દેશભરના તમામ નોંધપાત્ર વ્યવસાયિક સ્થળોએ હાજર રહેવાના અમારા લક્ષ્ય વધુ મજબૂત બને છે. આ દ્રષ્ટીએ અમદાવાદ અમારા માટે મહત્વનું માર્કેટ છે.

હોટેલ નિર્માણમાં સંકલ્પનું રૂ. 300 કરોડનું રોકાણ
અગાઉ પ્રોજેકટ અંગે સંકલ્પ ઇનનાં ડાયરેક્ટર કૈલાશ ગોએન્કાએ કહ્યું હતું કે, અમદાવાદ ગુજરાતનું ઇકોનોમિક પાવરહાઉસ છે અને દેશમાં મોટાં ઔદ્યોગિક શહેરોમાંનું એક છે. અમને ઇંડિયન હોટેલ્સ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. આ હોટેલ પ્રોજેકટ પાછળ અંદાજે રૂ. 300 કરોડનું રોકાણ કરવાની અમારી યોજના છે.

દુબઈ અને મુંબઈ બાદ અમદાવાદમાં પણ શામિયાના
કંપનીના જણાવ્યા મુજબ તેની ઓલ ડે ડાઇન સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાના પણ સ્કાયલાઈનમાં શરુ કરવામાં આવી છે. શામિયાનામાં એશિયાભરનું ફૂડ બને છે. આ સિવાય આ હોટેલના ઇન્ટીરીયરમાં અમદાવાદ શહેરના હેરિટેજને પણ દર્શાવવામાં આવી છે.

 

The post ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટેલનો અમદાવાદમાં પ્રારંભ, ટાટા ગ્રુપે સંકલ્પ ઇન સાથે મળી તાજ હોટેલની શરૂઆત કરી appeared first on News n Feeds.

]]>
157546
ન્યૂ લોન્ચ:ટાટાએ હેરિયર ડાર્ક એડિશનમાં નવું અને સસ્તું વેરિઅન્ટ XT લોન્ચ કર્યું, કારનું ઇન્ટીરિયર પણ બ્લેક થીમમાં આવશે https://newsnfeeds.com/tata-launches-new-and-affordable-variant-xt-in-harrier-dark-edition/ Thu, 08 Oct 2020 09:07:08 +0000 https://newsnfeeds.com/?p=156907 ટાટાએ પોતાની ફ્લેગશિપ SUV હેરિયરનું ડાર્ક એડિશન XT વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. પહેલા આ SUV ડાર્ક એડિશનના બે વેરિઅન્ટ XZ અને XZ+માં મળતી હતી, પરંતુ હવે XT અને XT+ વેરિઅન્ટ પણ મળશે. XT વેરિઅન્ટની એક્સ-શોરૂમ 16.50 લાખ રૂપિયા અને XT+ વેરિઅન્ટની એક્સ-શો કિંમત 17.30 લાખ રૂપિયા છે. એટલે કે ડાર્ક એડિશનમાં XT અત્યાર સુધીનું સૌથી […]

The post ન્યૂ લોન્ચ:ટાટાએ હેરિયર ડાર્ક એડિશનમાં નવું અને સસ્તું વેરિઅન્ટ XT લોન્ચ કર્યું, કારનું ઇન્ટીરિયર પણ બ્લેક થીમમાં આવશે appeared first on News n Feeds.

]]>

ટાટાએ પોતાની ફ્લેગશિપ SUV હેરિયરનું ડાર્ક એડિશન XT વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. પહેલા આ SUV ડાર્ક એડિશનના બે વેરિઅન્ટ XZ અને XZ+માં મળતી હતી, પરંતુ હવે XT અને XT+ વેરિઅન્ટ પણ મળશે. XT વેરિઅન્ટની એક્સ-શોરૂમ 16.50 લાખ રૂપિયા અને XT+ વેરિઅન્ટની એક્સ-શો કિંમત 17.30 લાખ રૂપિયા છે. એટલે કે ડાર્ક એડિશનમાં XT અત્યાર સુધીનું સૌથી સસ્તું વેરિઅન્ટ છે. સ્ટાન્ડર્ડ વેરિઅન્ટની સરખામણીમાં XT+ની કિંમત 21 હજાર રૂપિયા વધારે છે.

હવે આ SUVને કુલ 19 વેરિઅન્ટમાં ખરીદી શકાય છે. હાલ તેને ડીઝલ વેરિઅન્ટમાં જ લોન્ચ કરી છે. જો કે, મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ખરીદી શકાય છે. તેના બેઝ વેરિઅન્ટ હેરિયર XE ડીઝલ MTની એક્સ-શોરૂમ કિંમત 13.84 લાખ રૂપિયા છે. ટોપ વેરિઅન્ટ હેરિયર XZA+ ડાર્ક એડિશન ડીઝલ ATની એક્સ-શોરૂમ કિંમત 20.30 લાખ રૂપિયા છે.

નવા ડાર્ક એડિશન વેરિઅન્ટમાં શું ખાસ છે?

  • ડાર્ક એડિશનમાં એટલાસ બ્લેક એક્સટીરિયર પેન્ટની સાથે ડાર્ક એલિમેન્ટ જેવા બ્લેક ફોક્સ સ્કિડ પ્લેટ, ડાર્ક ટેલલેમ્પ, ડાર્ક ફ્રંટ ફેંડર બેઝ અને બ્લેક એન્જિન 17 ઇંચ અલોય વ્હીલનો ઉપયોગ કર્યો છે.
  • કેબિનની અંદર પણ સ્પોર્ટી બ્લેક ટ્રીટમેન્ટનો ઉપયોગ કર્યો છે. ડાર્ક એડિશનમાં બ્લેકસ્ટોન મેટ્રીક્સ ડેશબોર્ડ, કોન્ટ્રાસ્ટ ગ્રે સ્ટિચિંગ, બ્લેક સ્ટોન લેધર સીટ અને ડોર પેડ માટે બ્લેક સ્ટોન લેધર હેન્ડલ આપ્યા છે.
  • તેમાં ઓટો ક્લાઈમેટ કંટ્રોલ, 8 વે એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, રિઅર વ્યૂ કેમેરા, પ્રોજેક્ટર હેડલેમ્પ, 7 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 6 ઓડિયો સ્પીકર જેવા ફીચર્સ પણ મળશે. આ એડિશનમાં પેનારોમિક સનરૂફ માટે 80 હજાર રૂપિયા વધારે ખર્ચવા પડશે.

ટાટા હેરિયર ડાર્ક એડિશનનું એન્જિન
તેમાં 2.0 લીટર ડીઝલ એન્જિન આપ્યું છે, જે 170hp પાવર અને 350Nmનો ટોર્ક જનરેટ કરે છે. XZ અને XZ+માં 6 ઓટોમેટિક ગિઅરબોક્સ પણ મળશે. XT અને XT+માં માત્ર મેન્યુઅલ ટ્રાન્સમિશન મળશે.

આપણો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ:ICMRની સલાહ- દરરોજ આપણી ડાયટ 2 હજાર કેલરીની હોવી જોઈએ, થાળીમાં 45% અનાજ, 17% કઠોળ, 5% શાકભાજી જરૂરી; થાળીમાં કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ જાણો

The post ન્યૂ લોન્ચ:ટાટાએ હેરિયર ડાર્ક એડિશનમાં નવું અને સસ્તું વેરિઅન્ટ XT લોન્ચ કર્યું, કારનું ઇન્ટીરિયર પણ બ્લેક થીમમાં આવશે appeared first on News n Feeds.

]]>
156907