Home Health & Fitness આપણો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ:ICMRની સલાહ- દરરોજ આપણી ડાયટ 2 હજાર...

આપણો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ:ICMRની સલાહ- દરરોજ આપણી ડાયટ 2 હજાર કેલરીની હોવી જોઈએ, થાળીમાં 45% અનાજ, 17% કઠોળ, 5% શાકભાજી જરૂરી; થાળીમાં કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ જાણો

182
0

    • ખાવામાં દરરોજ 300 ગ્રામ દૂધ અને દહીં સામેલ કરો, તેનાથી આપણને દરરોજની જરૂરિયાતની 10% કેલરી એનર્જી મળે છે
  • નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે- આપણે સૂર્યપ્રકાશ, દહીં અને ગોળમાંથી ઘણી હદે જરૂરી એનર્જી મેળવી શકીએ છીએ.

કોરોનાના સમયગાળામાં સ્વસ્થ રહેવું એ સૌથી મોટો પડકાર છે. આવી સ્થિતિમાં લોકો તેમના ખાવા-પીવા પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. પરંતુ લોકોને એ ખબર નથી કે તેમની થાળીમાં શું હોવું જોઈએ? તાજેતરમાં ICMRની હૈદરાબાદ સ્થિત, ન્યુટ્રિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેના અનુસાર, દરરોજ આપણી ડાયટ 2 હજાર કેલરીની હોવી જોઈએ. પરંતુ 2 હજાર કેલરી આપણી ડાયટમાં કોઈ એક ફૂડ પ્રોડક્ટમાંથી નહીં, પરંતુ વિવિધ વસ્તુઓમાંથી આવવી જોઈએ.

ICMRના વૈજ્ઞાનિકોનું શું કહેવું છે?
ICMRના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આપણામાં એનર્જીનો એક નહીં, પરંતુ ઘણા સ્રોત હોવા જોઈએ. કોઈ એક ફૂડ પ્રોડક્ટ પર આધાર રાખવાથી આપણને એનર્જી તો મળી જશે, પરંતુ આપણા શરીરમાં વિટામિન, કેલ્શિયમ, અને પ્રોટીનનું સંતુલન વધુ ખરાબ થઈ શકે છે.

ICMRના જણાવ્યા અનુસાર, આપણો ડાયટ ચાર્ટ કેવો હોવો જોઈએ?

  • ICMRના જણાવ્યા પ્રમાણે, આપણે આપણા ખાવામાં 270 ગ્રામ અનાજ (રોટલી, ચોખા) સામેલ કરવા જોઈએ. તેનાથી આપણને 2 હજાર કેલરીની લગભગ 45% એનર્જી મળશે. ખાવામાં 90 ગ્રામ દાળ રાખવી જોઈએ, તેનાથી આપણને 17% કેલરી એનર્જી મળી જશે.
  • ખાવામાં દરરોજ 300 ગ્રામ દૂધ અને દહીંનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી આપણી દરરોજની જરૂરિયાતની 10% કેલરી એનર્જી મળી જાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, દિવસમાં એક વખત 150 ગ્રામ ફળ પણ ખાવા જોઈએ. તેનાથી આપણને જરૂરી કેલરીની 3% એનર્જી મળે છે.
  • ખાવામાં 20 ગ્રામ નટ્સ અને સીડ્સ (ફણગાવેલા કઠોળ)ને સામેલ કરવા જરૂરી છે. તેનાથી આપણને જરૂરી કેલરીનો 8% ભાગ મળે છે. ખાવામાં 27 ગ્રામ ઘી અને ફેટ્સ સામેલ કરવાથી 12% એનર્જી મળશે.

શહેર અને ગામના લોકો અત્યારે દરરોજ શું ખાઇ રહ્યા છે?

  • ICMRના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, એનર્જીના સ્રોત તરીકે આપણી માત્ર 45% નિર્ભરતા અનાજ પર હોવી જોઈએ. પરંતુ શહેરો અને ગામડામાં આવું નથી થઈ રહ્યું. શહેરોમાં લોકોની 51% નિર્ભરતા અનાજ પર છે. જ્યારે ગામડામાં 65.2% નિર્ભરતા અનાજ પર છે.
  • વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, એનર્જીના સ્રોત કરીકે આપણે દાળ, માંસ, ઈંડા, અને માછલીને આપણી ડાયટમાં સામેલ કરવી જોઈએ, જ્યારે હજી આવું નથી થઈ રહ્યું. એનર્જી માટે આ વસ્તુઓ પર અત્યારે લોકોની 11% નિર્ભરતા છે, પરંતુ તે 17% હોવી જોઈએ.
  • એનર્જી માટે શાકભાજી પર આપણી નિર્ભરતા 5% હોવી જોઈએ. પરંતુ ગામડામાં આ વાતનું પાલન માત્ર 8.8% અને શહેરોમાં 17% લોકો કરી રહ્યા છે. નટ્સ અને ઓઈલ સીડ્સ પર ગામડાના લોકોની નિર્ભરતા 22% છે, જ્યારે શહેરના લોકોની નિર્ભરતા 27% છે.
  • રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, શહેરોમાં લોકો 11% એનર્જીના સ્રોત તરીકે સ્નેક્સ અને મીઠાઈનો ઉપયોગ કરી રહ્યા છે, આ ઓછું હોવું જોઈએ. સારી ગુણવત્તાવાળા પ્રોટીનનો ઉપયોગ ગામડામાં 5% અને શહેરોમાં 18% લોકો કરી રહ્યા છે, જ્યારે તેને વધારવાની જરૂર છે.

વધારે માત્રામાં સ્નેક ખાવાનો અર્થ છે કે તમે સારું ખાવાનું ટાળી રહ્યા છો

  • રાયપુરમાં ડાયટિશિયન ડોક્ટર નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે, શહેરોમાં લોકો વધારે સ્નેક ખઈ રહ્યા છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી. વધારે માત્રામાં સ્કેનકનો અર્થ છે કે તમે સારું ખાવાનું ટાળી રહ્યા છો. તેનાથી શરીરને જરૂરી ઉર્જા પણ નથી મળતી.
  • ICMRના ડાયટ ચાર્ટ વિશે ડોક્ટર નિધિના જણાવ્યા પ્રમાણે, આપણે સૂર્યપ્રકાશ, દહીં, ગોળ અને ચણાથી પણ અમુક હદ સુધી જરૂરી એનર્જી મેળવી શકીએ છીએ. આપણી પાસે દરેક વસ્તુનો ઓપ્શન છે, પરંતુ આપણું ધ્યાન તાજા અને પ્રોટીનયુક્ત ખાવા પર હોવું જોઈએ.
  • ઓફિસ જતા લોકો વ્યસ્ત હોય છે, તેથી તેઓ ICMRના ડાયટ ચાર્ટનું પાલન કરી શકતા નથી. તેથી તેમને ડ્રાયફ્રૂટ્સ પર નિર્ભરતા વધારવી જોઈએ. તે એનર્જીનો સારો સ્ત્રોત હોય છે. તેના ઉપયોગથી વિટામિનનું સંતુલન પણ જળવાય રહે છે.

IPLમાં આજે હૈદરાબાદ VS પંજાબ:ભુવનેશ્વર અને માર્શ ઘાયલ થવાથી સનરાઇઝની મુશ્કેલી વધી, સીઝનમાં બે જ મેચ જીતી શક્યું; પંજાબ સતત 4 મેચ હારી જતાં સૌથી નીચે