Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
rajkot – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Fri, 27 Nov 2020 08:47:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 રાજકોટ અગ્નિકાંડ : સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, જવાબદારો સામે કાર્યવાહી કરવા કહ્યુ https://newsnfeeds.com/rajkot-fire-supreme-court-takes-note-of-suomoto-asks-action-against-those-responsible/ Fri, 27 Nov 2020 08:47:57 +0000 https://newsnfeeds.com/?p=157527 રાજકોટ અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યસરકારને ટકોર, વડીઅદાલત આગની ઘટનાઓથી નારાજ રાજકોટની ઉદય કોવિડ હૉસ્પિટલની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે બનાવની સુઓ મોટો નોંધ લીધી છે. આ નોંધ લેતી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજકોટ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 6 કોવિડ -19 દર્દીઓનાં મોત આઘાતજનક છે. સર્વોચ્ચ અદાલતે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાની ફક્ત […]

The post રાજકોટ અગ્નિકાંડ : સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, જવાબદારો સામે કાર્યવાહી કરવા કહ્યુ appeared first on News n Feeds.

]]>
રાજકોટ અગ્નિકાંડ મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યસરકારને ટકોર, વડીઅદાલત આગની ઘટનાઓથી નારાજ

રાજકોટની ઉદય કોવિડ હૉસ્પિટલની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે બનાવની સુઓ મોટો નોંધ લીધી છે. આ નોંધ લેતી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજકોટ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં 6 કોવિડ -19 દર્દીઓનાં મોત આઘાતજનક છે. સર્વોચ્ચ અદાલતે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાની ફક્ત તપાસ થાય અને તેનો અહેવાલ રજૂ કરવામાં આવે એટલા પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. ગુજરાત સરકારે આનો જવાબ આપવો પડશે અને જે જવાબદાર હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

ન્યાયાધીશ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ.આર. શાહની ત્રણ ન્યાયાધીશોની બેંચે આ ઘટના અંગે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો હતો, જ્યારે દેશભરની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મિકેનિઝમના અમલીકરણ માટે કડક અપવાદ લીધો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સમય સમય પર માર્ગદર્શિકા અને અહેવાલો હોવા છતાં, રાજ્યો દ્વારા તે લાગુ કરવામાં આવતું નથી અને વિદ્યુત લાઇનોનું નિરીક્ષણ નબળુ છે જે આવા અકસ્માતો તરફ દોરી જાય છે

રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. હોસ્પિટલમાં લાગેલ આગજનીના બનાવ માં અત્યાર સુધીમાં પાંચ જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે. ડીસીપી મનોજ સિંહ જાડેજા ના જણાવ્યા પ્રમાણે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં કુલ 33 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા. જે 33 દર્દીઓ પૈકી 11 દર્દીઓ આઇસીયુની અંદર સારવાર લઇ રહ્યા હતા.

ત્યારે આગજનીના બનાવ આઈસીયુમાં શોર્ટસર્કિટ (Rajkot fire deaths) થવાના કારણે લાગ્યો હતો. જે આગમાં આઇસીયુમાં સારવાર લઈ રહેલા 11 પૈકી 5 જેટલા દર્દીઓ આગજનીના બનાવ ના કારણે મૃત્યુ પામ્યા છે. હોસ્પિટલના અન્ય ફ્લોર પર સારવાર લઈ રહેલા 22 દર્દીઓ તેમજ આઈસીયુમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા અન્ય છ દર્દીઓને કુવાડવા રોડ પર આવેલ ગોકુલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની તપાસના આદેશ, 4 લાખનું વળતર જાહેર કરતા મુખ્યમંત્રી

રાજ્યના મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપવાની સાથોસાથ આગનો ભોગ બનેલા દર્દીઓના પરિવાર પ્રત્યે દુઃખ પણ વ્યક્ત કર્યું છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ ના અધિક મુખ્ય સચિવ શ્રી એ કે રાકેશને જવાબદારી સોંપી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

The post રાજકોટ અગ્નિકાંડ : સુપ્રીમ કોર્ટે સુઓમોટો નોંધ લીધી, જવાબદારો સામે કાર્યવાહી કરવા કહ્યુ appeared first on News n Feeds.

]]>
157527
રાજકોટ: બેવડી હત્યાને અંજામ આપનાર આરોપીનું સારવાર દરમિયાન મોત, એક પુત્રનું પણ નિધન https://newsnfeeds.com/rajkot-accused-of-double-murder-dies-during-treatment-one-son-also-dies/ Fri, 23 Oct 2020 06:45:26 +0000 https://newsnfeeds.com/?p=157306 રાજકોટમાં ગુરૂવારના રોજ રૂખડિયા ફાટક પાસે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. સારવાર દરમિયાન આરોપીએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પિતાને કારણે એક પુત્રને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ: ગુરૂવારના રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂખડિયા ફાટક પાસે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ઇમરાન નામના આરોપીએ પોતાની […]

The post રાજકોટ: બેવડી હત્યાને અંજામ આપનાર આરોપીનું સારવાર દરમિયાન મોત, એક પુત્રનું પણ નિધન appeared first on News n Feeds.

]]>
રાજકોટમાં ગુરૂવારના રોજ રૂખડિયા ફાટક પાસે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. સારવાર દરમિયાન આરોપીએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પિતાને કારણે એક પુત્રને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજકોટ: ગુરૂવારના રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂખડિયા ફાટક પાસે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ઇમરાન નામના આરોપીએ પોતાની પત્ની નાઝિયા તેમજ પોતાના મામા નજીર પઠાણને છરીના ઘા ઝીંકી બંનેની હત્યા નીપજાવી હતી. સાથે જ પોતાની સાસુને છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. બીજી તરફ બેવડી હત્યાને અંજામ આપી આરોપી ઇમરાને પોતાના બે સંતાનો સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ બાદ ઇમરાનને પોતાના બે સંતાનો સાથે સારવાર માટે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા બર્ન્સ વિભાગ ખાતે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બેવડી હત્યાને અંજામ આપનાર આરોપી અને તેના એક પુત્રનું નિધન થયું છે. જ્યારે અન્ય એક સંતાનની તબિયત હજુ પણ નાજુક હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખુદ ડીસીપી કક્ષાના અધિકારી મનોહરસિંહ જાડેજા, એસીપી કક્ષાના અધિકારી પ્રમોદ દિયોરા તેમજ પોલીસ ઇન્સ્પેકટર એલ. એલ. ચાવડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત ફિરોઝાબેનને રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર પંચનામાની કાર્યવાહી કરી બંને મૃતકોની લાશને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટમોર્ટમ રૂમે પીએમ માટે ખસેડવામાં આવી હતી.

પોલીસ ભરશે હવે એબેડેડ સમરી : સામાન્યતઃ પાંચ પ્રકારની સમરી પોલીસ ભરતી હોઈ છે. જેમાં એ સમરી, બી સમરી, સી સમરી સહિત પાંચ જેટલી સમરીનો સમાવેશ થતો હોય છે. જ્યારે કોઈ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ/આરોપીનું મૃત્યુ થઈ જાય ત્યારે પોલીસ કોર્ટમાં એબેડેડ સમરી ફાઈલ કરતી હોઈ છે. જે સમરી અંતર્ગત પોલીસ નામદાર કોર્ટને કેસના આરોપી અંગે જાણ કરતી હોય છે, કે જે પણ ઘટના ઘટીત થવા પામી હતી. આ ઘટનામાં જે કસૂરવાર હતો/હતી તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેથી મૃતક આરોપી વિરૂદ્ધ ચાર્જ ફ્રેમ કરવો શક્ય ન હોવાથી એબેડેડ સમરી ભરવામાં આવી છે.

શું બની હતી ઘટના? : રાજકોટમાં ગુરુવારની સાંજે ફાટક પાસે સરેઆમ સંબંધોનું ખૂન થયું હતું. છેલ્લા કેટલાય સમયથી ઇમરાન પઠાણ અને તેની પત્ની નાઝિયા પઠાણ વચ્ચે પારિવારિક તકરાર ચાલતી હતી. સાથે છેલ્લા કેટલાય સમયથી બાળકોની કસ્ટડી મામલે કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે. ત્યારે ગુરુવારના રોજ સવારના ભાગમાં નાઝિયાએ પોતાના પતિની ફરિયાદ 181 અભયમમાં કરી હતી. જેના કારણે પોલીસે આરોપી ઇમરાનને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પોલીસમાં કરેલી ફરિયાદનો ખાર રાખી આરોપી ઇમરાન તેની પત્ની તેના મામાજી અને તેની સાસુ પાસે પહોંચ્યો હતો. ક્ષણભરની બોલાચાલી બાદ મામલો બેવડી હત્યા સુધી પહોંચી ગયો. હત્યા કર્યા બાદ આરોપી ઇમરાને પોતાના બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

The post રાજકોટ: બેવડી હત્યાને અંજામ આપનાર આરોપીનું સારવાર દરમિયાન મોત, એક પુત્રનું પણ નિધન appeared first on News n Feeds.

]]>
157306
મંત્રી જયેશ રાદડિયાને કોરોનાથી જિલ્લા સહકારી બેંકમાં ફફડાટ, 14 કર્મચારી પોઝિટિવ આવ્યા https://newsnfeeds.com/minister-jayesh-radadia-was-slapped-in-the-district-co-operative-bank-from-corona-14-employees-came-positive/ Wed, 16 Sep 2020 10:41:34 +0000 https://newsnfeeds.com/?p=156401 જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજકોટમાં કુલ 450 જેટલા સ્ટેશનરીના નાના-મોટા વેપારીઓએ આંશિક લોકડાઉનની જાહેરાત કરી રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયા (jayesh radadiya) નો રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અગ્રણી નેતા જયેશ રાદડિયા સાથે […]

The post મંત્રી જયેશ રાદડિયાને કોરોનાથી જિલ્લા સહકારી બેંકમાં ફફડાટ, 14 કર્મચારી પોઝિટિવ આવ્યા appeared first on News n Feeds.

]]>

  • જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
  • રાજકોટમાં કુલ 450 જેટલા સ્ટેશનરીના નાના-મોટા વેપારીઓએ આંશિક લોકડાઉનની જાહેરાત કરી

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટમાં કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન જયેશ રાદડિયા (jayesh radadiya) નો રિપોર્ટ પોઝિટિવ આવતા અનેક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અગ્રણી નેતા જયેશ રાદડિયા સાથે અનેક લોકોએ મુલાકાત કરી હતી, અનેક લોકો તેમના સંપર્કમા આવ્યા હતા. ત્યારે હવે મોટો વિસ્ફોટ થયો છે.જયેશ રાદડિયા બાદ જિલ્લા સહકારી બેંકના કર્મચારી કોરોના સંક્રમિત બન્યા છે. રાજકોટ જિલ્લા બેંકના 14 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. તમામ 14 કર્મચારીઓને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બેંકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

સ્ટેશનરીની દુકાનોનું સ્વંભૂ લોકડાઉન
તો બીજી તરફ, રાજકોટમાં સ્ટેશનરીની દુકાન ધારકો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ, સવારના 8 થી 5 વાગ્યા સુધી જ સ્ટેશનરી દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાંજના 5 વાગ્યા બાદ આંશિક લોકડાઉન આપવાની જાહેરાત કરાઈ છે. રાજકોટમાં કુલ 450 જેટલા સ્ટેશનરીના નાના-મોટા વેપારીઓ છે, જે પૈકી મોટાભાગના વેપારીઓ આ નિર્ણય માટે સહમતી દર્શાવી છે. આ અગાઉ રાજકોટમાં સોની બજાર, દાણાપીઠ અને દીવાનપરા કાપડ માર્કેટ વેપારીઓ પણ આંશિક લોકડાઉનની જાહેરાત કરી હતી.

અભય ભારદ્વાજની હાલત અતિગંભીર
તો બીજી તરફ, રાજકોટથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ (abhay bharadwaj) ની તબિયત અતિ ગંભીર હોવાનુ જાણવા મળ્યું છે. સુરતથી ચાર ડોકટરોની ટીમ રાજકોટ પહોંચી સારવાર શરૂ કરી છે. ડો. સમીર ગામી, ડો.હરેશ વસ્તપરા, ડો.કલ્પેશ ગજેરા અને ડો.નિલય દ્વારા તમામ રિપોર્ટનું નિરીક્ષણ કરાયું છે. સુરતથી આવતા તમામ ડોકટર ચેસ્ટ ફિઝીશિયન છે. હાલમાં તેઓને ECMO ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન, રાજ્યની શાળાઓ ખુલશે કે નહીં તે સવાલનો સુખદ અંત

The post મંત્રી જયેશ રાદડિયાને કોરોનાથી જિલ્લા સહકારી બેંકમાં ફફડાટ, 14 કર્મચારી પોઝિટિવ આવ્યા appeared first on News n Feeds.

]]>
156401
રાજકોટ સિવિલમાં બેદરકારી https://newsnfeeds.com/rajkotcivil/ Mon, 14 Sep 2020 11:28:01 +0000 https://newsnfeeds.com/?p=156306 રાજકોટમાં NCPનાં નેતા રેશમા પટેલની પોલીસે અટકાયત કરી છે. રેશમા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચી હતી, જે દરમિયાન તે હોસ્પિટલમાં પ્રવેશ કરે એ પહેલાં જ પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી તેની અટકાયત કરી હતી. બીજી તરફ, સિવિલ હોસ્પિટલની બેદરકારીના ત્રણ-ત્રણ કિસ્સા સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈ જતી વખતે સ્ટ્રેચર તૂટી […]

The post રાજકોટ સિવિલમાં બેદરકારી appeared first on News n Feeds.

]]>
રાજકોટમાં NCPનાં નેતા રેશમા પટેલની પોલીસે અટકાયત કરી છે. રેશમા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચી હતી, જે દરમિયાન તે હોસ્પિટલમાં પ્રવેશ કરે એ પહેલાં જ પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી તેની અટકાયત કરી હતી. બીજી તરફ, સિવિલ હોસ્પિટલની બેદરકારીના ત્રણ-ત્રણ કિસ્સા સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈ જતી વખતે સ્ટ્રેચર તૂટી જતાં દોડધામ મચી ગઈ હતી, સાથે જ OPD બિલ્ડિંગ બહાર એક દર્દી સારવાર માટે કણસતો જોવા મળ્યો હતો. તો કોરોનાથી મૃત્યુ થયેલા દર્દીના મૃતદેહ પરથી મોબાઈલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટની સિવિલમાં કોરોના દર્દીઓના સ્વજનોની મુલાકાતે આવેલાં NCPનાં નેતા રેશમા પટેલની પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી અટકાયત કરી હતી. રેશમા પટેલે કહ્યું હતું કે અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી ચાલી રહી છે

rajkot civil-newsnfeed
Rajkot civil-newsnfeed

સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન સાથે લઈ જતી વખતે નવેનવું સ્ટ્રેચર તૂટતાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક નવું સ્ટ્રેચર લાવવામાં આવ્યું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને સારવાર આપવાને બદલે રાતે બહાર મૂકી આવ્યા હતા. OPD બિલ્ડિંગ બહાર સારવાર માટે આ દર્દી તડપી રહ્યો છે. દર્દીના પગમાં અને શરીરમાં જીવાતો ઊડતી જોવા મળી હતી. જોકે સ્થાનિક લોકો આ દર્દીનું ધ્યાન રાખી રહ્યા છે.

લોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે

The post રાજકોટ સિવિલમાં બેદરકારી appeared first on News n Feeds.

]]>
156306
લોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે https://newsnfeeds.com/rajkot-residents-turning-to-lockdown-are-slowly-shutting-everything-down-on-their-own/ Mon, 14 Sep 2020 11:07:06 +0000 https://newsnfeeds.com/?p=156292 રાજકોટના લોકોનું માનવું છે કે, સંક્રમણ અટકાવવા લોકડાઉન જરૂરી છે. વેપારીઓના ધંધા રોજગારને લોકડાઉનની અસર ન પહોંચે માટે એ અંગે વિચાર કરીને લોકાડાઉન કરવું જોઈએ. રાજકોટને પગલે ગોંડલમાં સ્વૈચ્છિક લોકડાઉન જોવા મળ્યું રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના (corona virus) નું સંક્રમણ વધી રહ્યું છે. આવામાં રાજકોટમાં સોની બજાર અને દાણાપીઠ બાદ વધુ એક વેપારી […]

The post લોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે appeared first on News n Feeds.

]]>

  • રાજકોટના લોકોનું માનવું છે કે, સંક્રમણ અટકાવવા લોકડાઉન જરૂરી છે. વેપારીઓના ધંધા રોજગારને લોકડાઉનની અસર ન પહોંચે માટે એ અંગે વિચાર કરીને લોકાડાઉન કરવું જોઈએ.
  • રાજકોટને પગલે ગોંડલમાં સ્વૈચ્છિક લોકડાઉન જોવા મળ્યું

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના (corona virus) નું સંક્રમણ વધી રહ્યું છે. આવામાં રાજકોટમાં સોની બજાર અને દાણાપીઠ બાદ વધુ એક વેપારી એસોસિએશને સ્વંભૂ લોકડાઉન (self lockdown) ની જાહેરાત કરી છે. રાજકોટ (rajkot) માં દિવાનપરા કાપડ માર્કેટમાં 15 સપ્ટેમ્બર મંગળવારથી રવિવાર સુધી લોકડાઉનની જાહેરાત કરાઈ છે. આમ, રાજકોટમાં ત્રીજા એસોસિયેશને લોકડાઉનની જાહેરાત કરી છે.

રાજકોટમાં લોકડાઉન થવું જોઈએ કે નહિ તે અંગે ઝી 24 કલાકે રાજકોટવાસીઓનો મત જાણ્યો હતો. ત્યારે રાજકોટના લોકોનું માનવું છે કે, સંક્રમણ અટકાવવા લોકડાઉન જરૂરી છે. વેપારીઓના ધંધા રોજગારને લોકડાઉનની અસર ન પહોંચે માટે એ અંગે વિચાર કરીને લોકાડાઉન કરવું જોઈએ. રાજકોટના સોનીબજાર બાદ આજથી દાણાપીઠમાં પણ આંશિક લોકડાઉન જોવા મળ્યું છે. બપોરના 3 વાગ્યા બાદ વેપારીઓ આંશિક લોકડાઉન પાળશે તેવી જાહેરાત કરી છે. આજથી એક સપ્તાહ સુધી આ આંશિક લોકડાઉન રહેશે. ગત શનિવાર થી 19 તરીખ સુધી સોનીબજારના વેપારીઓ સ્વયંભૂ લોકડાઉન પાળ્યું હતું. જોકે, સોની બજાર અને દાણીપીઠ એસોસિયેશનના પગલે દિવાનપરા કાપડ માર્કેટ પર પણ અસર જોવા મળી છે. કોરોના વધુ ન ફેલાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ આંક 4400 ને પાર જોવા મળ્યો છે.

ગોંડલમાં પણ લોકડાઉન
રાજકોટને પગલે ગોંડલમાં સ્વૈચ્છિક લોકડાઉન જોવા મળ્યું છે. ગોંડલમાં વધતા કોરોનાના કેસને લઈને સોની વેપારીઓ દ્વારા સ્વંયભૂ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. તા. 15 થી 21 સુધી 8 દિવસ લોકડાઉન રહેશે. સવારે 8 થી 4 ધંધા રોજગાર રાબેતામુજબ ચાલુ રહેશે. પરંતુ બપોરે 4 પછી લોકડાઉન રહેશે. તમામ વેપારી એસોસિએશન દ્વારા આ સ્વૈચ્છિક નિર્ણય લેવાયો છે. સોની વેપારીઓ દ્વારા આજથી જ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવાયું છે.

હાલ ક્યાં ક્યાં છે સ્વયંભૂ લોકડાઉન 
કોરોનાના વધતા કેસને પગલે ગુજરાતભરના નાગરિકો જાગૃત થયા છે અને સ્વંભૂ લોકડાઉન તરફ આગળ વધ્યા છે. હાલ ક્યાં ક્યાં સ્વંભૂ લોકડાઉન છે તે જોઈએ.

  • સુરતના માંગરોળ
  • રાજકોટનું સોની અને દાણાપીઠ બજાર અને દિવાનપરા કાપડ બજાર
  • સાબરકાંઠાનું ખેડબ્રહ્મા
  • કચ્છના માંડવીનું બિદડાગામ
  • છોટાઉદેપુરના સંખેડાના બહાદરપુર ગામે બપોરે 1 વાગ્યા સુધી લોકડાઉન

ક્યાં ભુતકાળમાં સ્વંયભુ લોકડાઉન કરાયુ હતુ 

  • ગોંડલના અનિડા ભાલોડી ગામમાં સ્વયંભુ લોકડાઉન કરાયુ હતુ
  • જુલાઇ મહિનામાં જામનગરમાં અંશત લોકડાઉન
  • જુલાઇ મહિનામાં કચ્છના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન કર્યુ હતુ
  • વડોદરાના વાઘોડીયામાં સ્વયંભુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ
  • જુલાઇ માસમાં વડોદરાના ગોત્રી ગામ અને આસપાસના વેપારીઓએ પાળ્યુ હતુ લોકડાઉન
  • વિસાવદરમાં પણ જુલાઇ માસમાં સ્વયંભુ લોકડાઉન પાળવામાં આવ્યુ
  • મોરબીના ઘડિયાળ ઉદ્યોગે જુન મહિનામાં એક સપ્તાહનું સ્વયંભૂ લોકડાઉન પાળ્યું હતું
  • મોરબીના શાપર ગામે પણ સ્વયંભૂ લોકડાઉન અપનાવ્યુ હતુ
  • પાટણમાં જુલાઇ માસમાં કરવામાં આવ્યુ હતુ લોકડાઉન
  • કોરોના વધતાં ઊંઝા માર્કેટયાર્ડ લોકડાઉન થયુ હતુ
  • સિદ્ધપુરમાં પણ ઓગસ્ટ મહિનામાં સ્વયંભુ આંશીક લોકડાઉન કરવામાં આવ્યુ હતુ

अनुराधा पौडवाल के बेटे आदित्य का 35 साल की उम्र में निधन,

The post લોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે appeared first on News n Feeds.

]]>
156292