Home Gujarati રાજકોટ સિવિલમાં બેદરકારી

રાજકોટ સિવિલમાં બેદરકારી

120
0

રાજકોટમાં NCPનાં નેતા રેશમા પટેલની પોલીસે અટકાયત કરી છે. રેશમા પટેલ સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના સ્વજનોને મળવા પહોંચી હતી, જે દરમિયાન તે હોસ્પિટલમાં પ્રવેશ કરે એ પહેલાં જ પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી તેની અટકાયત કરી હતી. બીજી તરફ, સિવિલ હોસ્પિટલની બેદરકારીના ત્રણ-ત્રણ કિસ્સા સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીને લઈ જતી વખતે સ્ટ્રેચર તૂટી જતાં દોડધામ મચી ગઈ હતી, સાથે જ OPD બિલ્ડિંગ બહાર એક દર્દી સારવાર માટે કણસતો જોવા મળ્યો હતો. તો કોરોનાથી મૃત્યુ થયેલા દર્દીના મૃતદેહ પરથી મોબાઈલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે.

રાજકોટની સિવિલમાં કોરોના દર્દીઓના સ્વજનોની મુલાકાતે આવેલાં NCPનાં નેતા રેશમા પટેલની પોલીસે વાળ પકડી ગાડીમાં બેસાડી અટકાયત કરી હતી. રેશમા પટેલે કહ્યું હતું કે અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બેદરકારી ચાલી રહી છે

rajkot civil-newsnfeed
Rajkot civil-newsnfeed

સિવિલ હોસ્પિટલમાં દર્દીને ઓક્સિજન સાથે લઈ જતી વખતે નવેનવું સ્ટ્રેચર તૂટતાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક નવું સ્ટ્રેચર લાવવામાં આવ્યું હતું.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને સારવાર આપવાને બદલે રાતે બહાર મૂકી આવ્યા હતા. OPD બિલ્ડિંગ બહાર સારવાર માટે આ દર્દી તડપી રહ્યો છે. દર્દીના પગમાં અને શરીરમાં જીવાતો ઊડતી જોવા મળી હતી. જોકે સ્થાનિક લોકો આ દર્દીનું ધ્યાન રાખી રહ્યા છે.

લોકડાઉન તરફ વળ્યાં રાજકોટવાસીઓ, ધીરે ધીરે બધુ જાતે જ બંધ કરી રહ્યાં છે