Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 44

Notice: Trying to access array offset on value of type bool in /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php on line 45

Warning: Cannot modify header information - headers already sent by (output started at /home3/newsnt8j/public_html/wp-content/plugins/otpless/includes/class-login.php:44) in /home3/newsnt8j/public_html/wp-includes/feed-rss2.php on line 8
crime – News n Feeds https://newsnfeeds.com Latest ,Bollywood,Sports,World,Fashion, Gujarati News Fri, 23 Oct 2020 06:45:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.2.5 184021953 રાજકોટ: બેવડી હત્યાને અંજામ આપનાર આરોપીનું સારવાર દરમિયાન મોત, એક પુત્રનું પણ નિધન https://newsnfeeds.com/rajkot-accused-of-double-murder-dies-during-treatment-one-son-also-dies/ Fri, 23 Oct 2020 06:45:26 +0000 https://newsnfeeds.com/?p=157306 રાજકોટમાં ગુરૂવારના રોજ રૂખડિયા ફાટક પાસે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. સારવાર દરમિયાન આરોપીએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પિતાને કારણે એક પુત્રને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટ: ગુરૂવારના રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂખડિયા ફાટક પાસે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ઇમરાન નામના આરોપીએ પોતાની […]

The post રાજકોટ: બેવડી હત્યાને અંજામ આપનાર આરોપીનું સારવાર દરમિયાન મોત, એક પુત્રનું પણ નિધન appeared first on News n Feeds.

]]>
રાજકોટમાં ગુરૂવારના રોજ રૂખડિયા ફાટક પાસે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. સારવાર દરમિયાન આરોપીએ પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. પિતાને કારણે એક પુત્રને પણ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજકોટ: ગુરૂવારના રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂખડિયા ફાટક પાસે બેવડી હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ઇમરાન નામના આરોપીએ પોતાની પત્ની નાઝિયા તેમજ પોતાના મામા નજીર પઠાણને છરીના ઘા ઝીંકી બંનેની હત્યા નીપજાવી હતી. સાથે જ પોતાની સાસુને છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. બીજી તરફ બેવડી હત્યાને અંજામ આપી આરોપી ઇમરાને પોતાના બે સંતાનો સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ બાદ ઇમરાનને પોતાના બે સંતાનો સાથે સારવાર માટે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા બર્ન્સ વિભાગ ખાતે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બેવડી હત્યાને અંજામ આપનાર આરોપી અને તેના એક પુત્રનું નિધન થયું છે. જ્યારે અન્ય એક સંતાનની તબિયત હજુ પણ નાજુક હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ખુદ ડીસીપી કક્ષાના અધિકારી મનોહરસિંહ જાડેજા, એસીપી કક્ષાના અધિકારી પ્રમોદ દિયોરા તેમજ પોલીસ ઇન્સ્પેકટર એલ. એલ. ચાવડા સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત ફિરોઝાબેનને રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળ પર પંચનામાની કાર્યવાહી કરી બંને મૃતકોની લાશને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા પોસ્ટમોર્ટમ રૂમે પીએમ માટે ખસેડવામાં આવી હતી.

પોલીસ ભરશે હવે એબેડેડ સમરી : સામાન્યતઃ પાંચ પ્રકારની સમરી પોલીસ ભરતી હોઈ છે. જેમાં એ સમરી, બી સમરી, સી સમરી સહિત પાંચ જેટલી સમરીનો સમાવેશ થતો હોય છે. જ્યારે કોઈ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ/આરોપીનું મૃત્યુ થઈ જાય ત્યારે પોલીસ કોર્ટમાં એબેડેડ સમરી ફાઈલ કરતી હોઈ છે. જે સમરી અંતર્ગત પોલીસ નામદાર કોર્ટને કેસના આરોપી અંગે જાણ કરતી હોય છે, કે જે પણ ઘટના ઘટીત થવા પામી હતી. આ ઘટનામાં જે કસૂરવાર હતો/હતી તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેથી મૃતક આરોપી વિરૂદ્ધ ચાર્જ ફ્રેમ કરવો શક્ય ન હોવાથી એબેડેડ સમરી ભરવામાં આવી છે.

શું બની હતી ઘટના? : રાજકોટમાં ગુરુવારની સાંજે ફાટક પાસે સરેઆમ સંબંધોનું ખૂન થયું હતું. છેલ્લા કેટલાય સમયથી ઇમરાન પઠાણ અને તેની પત્ની નાઝિયા પઠાણ વચ્ચે પારિવારિક તકરાર ચાલતી હતી. સાથે છેલ્લા કેટલાય સમયથી બાળકોની કસ્ટડી મામલે કોર્ટ કેસ પણ ચાલી રહ્યા છે. ત્યારે ગુરુવારના રોજ સવારના ભાગમાં નાઝિયાએ પોતાના પતિની ફરિયાદ 181 અભયમમાં કરી હતી. જેના કારણે પોલીસે આરોપી ઇમરાનને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પોલીસમાં કરેલી ફરિયાદનો ખાર રાખી આરોપી ઇમરાન તેની પત્ની તેના મામાજી અને તેની સાસુ પાસે પહોંચ્યો હતો. ક્ષણભરની બોલાચાલી બાદ મામલો બેવડી હત્યા સુધી પહોંચી ગયો. હત્યા કર્યા બાદ આરોપી ઇમરાને પોતાના બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

The post રાજકોટ: બેવડી હત્યાને અંજામ આપનાર આરોપીનું સારવાર દરમિયાન મોત, એક પુત્રનું પણ નિધન appeared first on News n Feeds.

]]>
157306
રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો https://newsnfeeds.com/narol-police-first-passes-dice-in-cyber-crime-in-the-state-passes-accused-in-call-center-crime-and-sends-him-to-bhuj-jail/ Mon, 21 Sep 2020 08:11:33 +0000 https://newsnfeeds.com/?p=156664 નારોલ પોલીસ સ્ટેશનનો આરોપી 2018 અને 2019માં કોલસેન્ટરના ગુનામાં ઝડપાયો હતો પાસાના કાયદામાં સુધારો આવતાં જ ગુનેગારો પર કડક કાર્યવાહી શરૂ રાજ્યમાં ગુનેગારો પર અંકુશ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવી સાઇબર ક્રાઇમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પાસામાં સુધારા વટહુકમ બાદ રાજ્યમાં […]

The post રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો appeared first on News n Feeds.

]]>
  • નારોલ પોલીસ સ્ટેશનનો આરોપી 2018 અને 2019માં કોલસેન્ટરના ગુનામાં ઝડપાયો હતો
  • પાસાના કાયદામાં સુધારો આવતાં જ ગુનેગારો પર કડક કાર્યવાહી શરૂ
  • રાજ્યમાં ગુનેગારો પર અંકુશ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવી સાઇબર ક્રાઇમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પાસામાં સુધારા વટહુકમ બાદ રાજ્યમાં અમદાવાદ શહેર પોલીસે સૌથી પહેલા સાઇબર ક્રાઇમના ગુના હેઠળ એક આરોપીને પાસા કરી અને ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનનો આરોપી અલ્પેશ તોમરના સાઇબર ક્રાઇમના બે ગુના થતાં તેને શનિવારે પાસા ભરી જેલમાં મોકલી આપ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતાં જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવવાનું શરૂ કર્યું છે.

    cybarcrime-newsnfeeds
    cybarcrime-newsnfeeds

    આરોપીને જામીન મળતાં નવા કાયદા મુજબ પાસા રાજ્ય સરકારે પાસાના કાયદામાં સુધારો કરી સાઇબર ક્રાઈમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ સામે પાસાની કાર્યવાહીનો વટહુકમ બહાર પાડ્યો છે અને એનું બિલ સંસદમાં આજે અથવા કાલે પાસ થવાનું છે, ત્યારે અમદાવાદની નારોલ પોલીસે આવા ગુનેગારો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, રાજ્યમાં સૌથી પહેલા પાસાનો ઓર્ડર કરી આરોપીને ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી નાગરિકોને ફોન કરી તેમની સાથે છેતરપિંડી કરી પૈસા પડાવવાના ગુનામાં આરોપી અલ્પેશ તોમરની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે બે ગુના કોલસેન્ટરના નોંધાયા હતા, જેથી તેને જામીન મળતાં જ નારોલ પોલીસે નવા કાયદા હેઠળ તેની સામે પાસા ભરી PCBમાં મોકલી આપી હતી. પાસાનો ઓર્ડર આવતાં જ નારોલ પોલીસે તેની ધરપકડ કરી ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો હતો.

    રાજ્યમાં ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટીસોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA) એટલે કે પાસાનો કાયદો 1985થી અમલી છે અને એમાં ગંભીર પ્રકારના ગુના આચરવાની આદત કે વૃત્તિ ધરાવતા અને આવા ગુના આચરતા લોકો સામે કલમો લગાડાય છે. આ ઉપરાંત આવી વૃત્તિ ધરાવનારા લોકોની જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ માત્રથી જ અટકાયતી પગલા સ્વરૂપે એક વર્ષ માટે ધરપકડ પણ કરી શકાય છે.

    હવે આ ગુનામાં પાસાની જોગવાઈ

    • આઇ.ટી. એક્ટ, 2000 હેઠળ ગુનો આચરનારા અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે એમાં મદદગારી કરે તેમની વિરુદ્ધ.
    • અગાઉ જુગારની પ્રવૃત્તિમાં પકડાયા બાદ ત્રણ વર્ષના ગાળામાં તે જ વ્યક્તિ ફરી પકડાય તો ગુનો આચરવાની ટેવવાળા આરોપી તરીકે પાસા લાગતો હતો તેને બદલે ગમે ત્યારે જુગાર રમતા કે જુગાર રમવા માટેની વ્યવસ્થા કરતી વ્યક્તિ વિરુદ્ધ પાસા લાગશે.
    • ગેરકાયદે નાણાં ધીરનારા, ઊંચું વ્યાજ લેનારા, જબરદસ્તીથી ઉઘરાણી કરનારા, એમાં મદદગારી કરનારા, ધિરાણને બદલે મિલકત પચાવી પાડનારા, કે ધિરાણ લેનારી વ્યક્તિ કે તેના કુટુંબના સભ્ય વિરુદ્ધ હિંસા, ધમકી આપનારા કે અન્ય કોઈ પાસે આવું કામ કરાવનારા સામે.
    • પોક્સો એટલે કે બાળકો વિરુદ્ધ જાતીય સતામણી ઉપરાંત મહિલાઓની જાતીય સતામણી કરનારા કે તેવો પ્રયાસ કરનારા સામે.

    IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી

    The post રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો appeared first on News n Feeds.

    ]]>
    156664