Home Gujarati રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં...

રાજ્યમાં સાઇબર ક્રાઇમ હેઠળ સૌથી પહેલા નારોલ પોલીસે પાસા કર્યા, કોલસેન્ટરના ગુનામાં આરોપીને પાસા કરી ભુજ જેલ મોકલ્યો

171
0
  • નારોલ પોલીસ સ્ટેશનનો આરોપી 2018 અને 2019માં કોલસેન્ટરના ગુનામાં ઝડપાયો હતો
  • પાસાના કાયદામાં સુધારો આવતાં જ ગુનેગારો પર કડક કાર્યવાહી શરૂ

રાજ્યમાં ગુનેગારો પર અંકુશ અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવી સાઇબર ક્રાઇમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પાસામાં સુધારા વટહુકમ બાદ રાજ્યમાં અમદાવાદ શહેર પોલીસે સૌથી પહેલા સાઇબર ક્રાઇમના ગુના હેઠળ એક આરોપીને પાસા કરી અને ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનનો આરોપી અલ્પેશ તોમરના સાઇબર ક્રાઇમના બે ગુના થતાં તેને શનિવારે પાસા ભરી જેલમાં મોકલી આપ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતાં જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવવાનું શરૂ કર્યું છે.

cybarcrime-newsnfeeds
cybarcrime-newsnfeeds

આરોપીને જામીન મળતાં નવા કાયદા મુજબ પાસા રાજ્ય સરકારે પાસાના કાયદામાં સુધારો કરી સાઇબર ક્રાઈમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ સામે પાસાની કાર્યવાહીનો વટહુકમ બહાર પાડ્યો છે અને એનું બિલ સંસદમાં આજે અથવા કાલે પાસ થવાનું છે, ત્યારે અમદાવાદની નારોલ પોલીસે આવા ગુનેગારો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે, રાજ્યમાં સૌથી પહેલા પાસાનો ઓર્ડર કરી આરોપીને ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનમાં વિદેશી નાગરિકોને ફોન કરી તેમની સાથે છેતરપિંડી કરી પૈસા પડાવવાના ગુનામાં આરોપી અલ્પેશ તોમરની ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે બે ગુના કોલસેન્ટરના નોંધાયા હતા, જેથી તેને જામીન મળતાં જ નારોલ પોલીસે નવા કાયદા હેઠળ તેની સામે પાસા ભરી PCBમાં મોકલી આપી હતી. પાસાનો ઓર્ડર આવતાં જ નારોલ પોલીસે તેની ધરપકડ કરી ભુજ ખાતે જેલમાં મોકલી આપ્યો હતો.

રાજ્યમાં ગુજરાત પ્રિવેન્શન ઓફ એન્ટીસોશિયલ એક્ટિવિટીઝ એક્ટ (PASA) એટલે કે પાસાનો કાયદો 1985થી અમલી છે અને એમાં ગંભીર પ્રકારના ગુના આચરવાની આદત કે વૃત્તિ ધરાવતા અને આવા ગુના આચરતા લોકો સામે કલમો લગાડાય છે. આ ઉપરાંત આવી વૃત્તિ ધરાવનારા લોકોની જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ માત્રથી જ અટકાયતી પગલા સ્વરૂપે એક વર્ષ માટે ધરપકડ પણ કરી શકાય છે.

હવે આ ગુનામાં પાસાની જોગવાઈ

  • આઇ.ટી. એક્ટ, 2000 હેઠળ ગુનો આચરનારા અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે એમાં મદદગારી કરે તેમની વિરુદ્ધ.
  • અગાઉ જુગારની પ્રવૃત્તિમાં પકડાયા બાદ ત્રણ વર્ષના ગાળામાં તે જ વ્યક્તિ ફરી પકડાય તો ગુનો આચરવાની ટેવવાળા આરોપી તરીકે પાસા લાગતો હતો તેને બદલે ગમે ત્યારે જુગાર રમતા કે જુગાર રમવા માટેની વ્યવસ્થા કરતી વ્યક્તિ વિરુદ્ધ પાસા લાગશે.
  • ગેરકાયદે નાણાં ધીરનારા, ઊંચું વ્યાજ લેનારા, જબરદસ્તીથી ઉઘરાણી કરનારા, એમાં મદદગારી કરનારા, ધિરાણને બદલે મિલકત પચાવી પાડનારા, કે ધિરાણ લેનારી વ્યક્તિ કે તેના કુટુંબના સભ્ય વિરુદ્ધ હિંસા, ધમકી આપનારા કે અન્ય કોઈ પાસે આવું કામ કરાવનારા સામે.
  • પોક્સો એટલે કે બાળકો વિરુદ્ધ જાતીય સતામણી ઉપરાંત મહિલાઓની જાતીય સતામણી કરનારા કે તેવો પ્રયાસ કરનારા સામે.

IPLમાં આજે બેંગલોર vs હૈદરાબાદ:કોહલી પાસે વોર્નરે 2016ની ફાઇનલમાં આપેલી હારનો બદલો લેવાની તક; સનરાઇઝર્સ 2 વખત ચેમ્પિયન, પરંતુ બેંગલોરનું ખાતું ખૂલ્યું નથી