Home Business અંકલેશ્વરની ફાઇનાન્સ કંપનીમાં લૂંટારૂઓએ કર્મચારીઓને બંધૂકની અણીએ બંધક બનાવ્યા, કરોડોની કિંમતના સોનાના...

અંકલેશ્વરની ફાઇનાન્સ કંપનીમાં લૂંટારૂઓએ કર્મચારીઓને બંધૂકની અણીએ બંધક બનાવ્યા, કરોડોની કિંમતના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર

172
0
  • અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં લૂંટ
  • પોલીસે ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી, CCTVની મદદથી તપાસ શરૂ
  • કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે તેે સહિતની તમામ માહિતી લૂંટારૂઓ પાસે હતી
  • કરોડોના દાગીનાની લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની પોલીસને આશંકા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓને બંધૂક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ ચલાવીને લૂંટારૂઓ કારમાં ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આજે સવારે ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને કરોડો રૂપિયાના સોનાના દાગીના લૂંટીને કારમાં ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વર પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે અને શહેરમાં એલર્ટ પણ જાહેર કરી દીધી છું.

ભરૂચ ક્રાઇમ બ્રાંચ અને SOGની ટીમો લૂંટારૂઓને શોધવામાં લાગી
અંકલેશ્વર પોલીસે આરોપીઓના વર્ણનના આધારે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ભરૂચ ક્રાઇમ બ્રાચ અને SOGની ટીમો લૂંટારૂઓને શોધવામાં લાગી છે.

કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે તેેની માહિતી લૂંટારૂઓ પાસે હતી
ફાઇનાન્સ કંપનીના કયા કર્મચારીઓ પાસે ચાવીઓ અને પાસવર્ડ છે તે સહિતની તમામ માહિતી લૂંટારૂઓ પાસે હતી. જેથી આ લૂંટમાં કોઇ જાણભેદુએ રેકી કરીને લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ફાઇનાન્સ કંપની ગોલ્ડ લોન આપતી હોવાનું જાણવા મળ્યું છે.