Home blog પહેલીવાર ઓસ્કર એવૉર્ડ માટે થિયેટરમાં રિલીઝ માટે શરતી છૂટ, ફક્ત OTT પ્લેટફોર્મ...

પહેલીવાર ઓસ્કર એવૉર્ડ માટે થિયેટરમાં રિલીઝ માટે શરતી છૂટ, ફક્ત OTT પ્લેટફોર્મ પર આવેલી ફિલ્મો પણ નામાંકિત થઈ શકશે

137
0

કોરોનાને લીધે દુનિયાનો સૌથી મોટો ફિલ્મ એવૉર્ડ પણ તેની પ્રણાલી બદલવા મજબૂર

કોરોનાકાળમાં દેશ-દુનિયાનાં બીજાં ક્ષેત્રોની જેમ મનોરંજનનો વ્યવસાય પણ સંપૂર્ણપણે થંભી ગયો હતો. સિનેમાઘરોમાં અનેક ફિલ્મોની રિલીઝ ટાળી દેવાઈ હતી કારણ કે દર્શકો ઘરોમાં કેદ હતા. આ દરમિયાન ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મે દર્શકોનું ભરપૂર મનોરંજ કર્યું. એટલે ફિલ્મી દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કર એવૉર્ડે પણ ઓટીટી પ્લેટફોર્મની શરતોમાં ઢીલ મૂકી છે.

પહેલીવાર ઓસ્કાર એવૉર્ડની આયોજક એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સે નામાંકન માટે એવાં સ્ટ્રીમિંગ ટાઈટલ્સને પણ શ્રેષ્ઠ ફિલ્મોની શ્રેણીમાં સામેલ કરવાની મંજૂરી આપી છે, જે ફક્ત ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. અત્યાર સુધી શ્રેષ્ઠ ફિલ્મોની શ્રેણીમાં નામાંકિત ફિલ્મો થિયેટરમાં ફરજિયાત રિલીઝ થઈ હોવી જોઈએ, એવો નિયમ હતો.

કોરોનાકાળમાં ઓસ્કર એવૉર્ડ સેરેમની બે મહિના સુધી ટાળી દેવાયો હતો. આ

હવે આવતા વર્ષે 25 એપ્રિલે યોજાશે. તેમાં જાન્યુઆરી 2020થી ફેબ્રુઆરી 2021 વચ્ચે રિલીઝ ફિલ્મો સામેલ કરાશે. આનો સૌથી વધુ લાભ નેટફ્લિક્સને મળવાની આશા છે. તેના આશરે 22 ટાઈટલ્સ ઓસ્કરની દોડમાં છે. જોકે, આ વખતે ત્રણ ફિલ્મ ઓસ્કરની રેસમાં નિશ્ચિત મનાય છે. આ ફિલ્મો છે, ગેરી ઓલ્ડમેન અભિનિત ‘મૈંક’, જ્યોર્જ ક્લૂની અભિનિત અને દિગ્દર્શિત ‘ધ મિડનાઈટ સ્કાય’ અને એમી એડમ્સ અને ગ્લેન ક્લોઝ અભિનિત ‘હિલબિલી એલ્ગી’. ઓસ્કર 2020માં નેટફ્લિક્સે 24 નામાંકન હાંસલ કર્યા હતાં અને બે ઓસ્કર એવૉર્ડ જીત્યા હતા.

કાન્સ પાંચ મહિના મોડો યોજાયો, ગોલ્ડન ગ્લોબ પણ ટળ્યો : કોરોનાકાળના કારણે 12થી 23 મે સુધી ચાલનારો 73મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પાંચ મહિના ટાળવો પડ્યો. એટલું જ નહીં, કાન્સ 27 ઓક્ટોબરથી ફક્ત ત્રણ દિવસ યોજાયો. એ જ રીતે, ગોલ્ડન ગ્લોબ એવૉર્ડ પણ ટાળવો પડ્યો. દર વર્ષના પહેલા રવિવારે યોજાતો આ એવૉર્ડ સમારંભ 28 ફેબ્રુઆરીએ કેલિફોર્નિયાના બેવરલી હિલ્સમાં યોજાશે.

ભારતમાંથી મરાઠી ફિલ્મ ‘ધ ડિસાઈપલ’ની શક્યતા
અમેરિકન મેગેઝિન ‘વેરાઈટી’ના મતે ભારતમાંથી આંતરરાષ્ટ્રીય ફિલ્મ શ્રેણીમાં મરાઠી ફિલ્મ ‘ધ ડિસાઈપલ’ ઓસ્કરમાં નામાંકિત થાય એવી શક્યતા છે. મીરા નાયરની ફિલ્મ ‘મોનસૂન વેડિંગ’ પછી આ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત બીજી ફિલ્મ છે. નોંધનીય છે કે ભારતમાં લૉકડાઉન પહેલાં સુધી 29 ફિલ્મ રિલીઝ થઈ હતી, જ્યારે વધુ 41 ફિલ્મ કતારમાં છે. તેમાંથી અનેકની રિલીઝ 2021 સુધી ટાળી દેવાઈ હતી.