Home Bollywood ફિલ્મોમાં શાહરુખ ખાન સાથે ખરાબ વર્તન કરવા પર મહિલા કન્ટેસ્ટન્ટે નારાજગી જતાવી,...

ફિલ્મોમાં શાહરુખ ખાન સાથે ખરાબ વર્તન કરવા પર મહિલા કન્ટેસ્ટન્ટે નારાજગી જતાવી, બિગ બીને માફી માગવી પડી

12
0

‘કૌન બનેગા કરોડપતિ 12’ના સેટ પર અમિતાભ બચ્ચન એકથી એક હટકે ફેન્સનો સામનો કરી રહ્યા છે. શોમાં જે પણ કન્ટેસ્ટન્ટ આવે છે તે તેમના વખાણ કરતા નથી થાકતા પણ શોમાં પહેલી વખત બિગ બીનો સામનો એવી મહિલા સાથે થયો જે તેમને પસંદ નથી કરતી. મંગળવારે આવેલા એપિસોડમાં કન્ટેસ્ટન્ટ રેખા રાણીએ અમિતાભને કહ્યું કે તેને તેઓ નથી ગમતા.

રેખા શાહરુખની ફેન છે
જ્યારે અમિતાભે આનું કારણ પૂછ્યું તો રેખાએ જણાવ્યું કે તે શાહરુખની ફેન છે. પરંતુ બિગ બીએ જે ફિલ્મોમાં શાહરુખ સાથે કામ કર્યું છે તેમાં તે એક્ટર પ્રત્યે રુડ રહ્યા છે. ‘કભી ખુશી કભી ગમ’માં તેમણે શાહરુખને ઘરની બહાર કાઢી નાખ્યો હતો. ‘મોહબ્બતેં’ ફિલ્મમાં શાહરુખ વિરુદ્ધ હતા.

બિગ બીએ માફી માગી
દિલ્હીથી આવેલી 27 વર્ષીય રેખાની આ વાત સાંભળીને બિગ બી ચોંકી ગયા. તેમણે રેખાને કહ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટમાં તેમને જેવું કહેવામાં આવ્યું તેવું તેમણે કર્યું હતું, પરંતુ રેખા માની નહીં અને બિગ બીએ તેને સોરી કહ્યું. સાથે જ તેમણે રેખાને એવું પણ કહ્યું કે તે શાહરુખ ખાનની માફી માગી લેશે.

‘મોહબ્બતેં’ના 20 વર્ષ થયા
અમિતાભ અને શાહરુખ સ્ટારર ‘મોહબ્બતેં’ ફિલ્મને ગયા અઠવાડિયે જ 20 વર્ષ પૂરા થયા છે. ટ્વિટર પર એક ચેટ સેશન દરમ્યાન જ્યારે એક ફેને શાહરુખને બિગ બી સાથેના અનુભવ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, ‘મને અમિતાભ બચ્ચન સાથે કરેલો તે પહેલો સીન યાદ છે જેને શૂટ કર્યા બાદ મને ફીલ થયું કે હું કેટલો નાનો છું.’

અબરામ બિગ બીને દાદા માને છે
અમિતાભ બચ્ચને અમુક વર્ષ પહેલાં શાહરુખના નાના દીકરા અબરામનો ફોટો શેર કર્યો હતો જેમાં તે તેમને મળીને ઘણો ખુશ થઇ ગયો હતો. અમિતાભે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લખ્યું હતું કે, ‘શાહરુખ ખાનના નાના દીકરા અબરામને પૂરો ભરોસો કે હું શાહરુખ ખાનનો પિતા અને તેનો દાદા છું. સાથે જ અબરામ એ વાતથી અચરજમાં છે કે હું શાહરુખના ઘરમાં તેની સાથે કેમ નથી રહેતો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here