Home Gujarati AMCના નામે કોરોના વાઇરસના હાઇરીસ્ક વિસ્તારનું ‘ફેક’ લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતું થયું

AMCના નામે કોરોના વાઇરસના હાઇરીસ્ક વિસ્તારનું ‘ફેક’ લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરતું થયું

105
0

અમદાવાદ: કોરોના વાઇરસની મહામારીનો વ્યાપ હવે વધી રહ્યો છે. રાજયમાં પોઝિટિવ કેસો અને મોતના આંકડા સામે આવી રહ્યા છે. જેની વચ્ચે કોરોના વાઇરસના હાઇરિસ્ક વિસ્તારનું એક લિસ્ટ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે આ લિસ્ટ ફરી રહ્યું છે. લિસ્ટમાં પાલડી, નવરંગપુરા, વાસણા, સ્ટેડિયમ, નારણપુરા, નવાવાડજ, રાણીપ, સાબરમતી અને ચાંદખેડા વિસ્તારની ચાલીઓ અને સોસાયટીઓના નામ લખવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલા આ લિસ્ટ લોકો ખૂબ જ શેર કરી રહ્યાં છે અને લોકો એક પ્રકારનો ડર પણ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં ફરી રહેલાઆ લિસ્ટ અંગેહેલ્થ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમપ્રકાશે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે લિસ્ટ ફરે છે એ ફેક છે આવું કોઈપણ લિસ્ટ હશે તો અમે જાહેર કરીશું. લોકો આવા ફેક અને વાઇરલ થયેલા લિસ્ટમાં વિશ્વાસ ન કરે. AMCના અધિકૃત ને જ સાચું માને.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


કોરોના વાઇરસના હાઇરિસ્ક વિસ્તારનું ‘ફેક’ લિસ્ટ