Home Gujarati 60 વર્ષ સુધી ધંધો કર્યો, હવે બાલાચંદ્ર દરરોજ રૂ. 6 હજાર ખર્ચ...

60 વર્ષ સુધી ધંધો કર્યો, હવે બાલાચંદ્ર દરરોજ રૂ. 6 હજાર ખર્ચ કરીને 250 આદિવાસીઓને ખાવાનું આપે છે

100
0

કોઈમ્બતુર: તમિલનાડુના જિલ્લા થુથુકુડીમાં રહેતા 63 વર્ષના બાલાચંદ્ર છેલ્લા દોઢ વર્ષથી દરરોજ 250 આદિવાસીઓ માટે ફૂડ પેકેટનું વિતરણ કરે છે. તેઓ દરરોજ જિલ્લાના પહાડી વસાહતો પાનપલ્લી, કોંડનુર, જાંબુકંડી, કુટ્ટપુલી અને થકકલુરમાં જાય છે અને ત્યાં લોકોના ઘેર ઘેર જઈને સ્વાદિષ્ટ ખાવાનું આપે છે. ખાવા આપવાનો સમય દરરોજ સવારે 11 વાગ્યાથી 12 વાગ્યાનો હોય છે. તે ઉપરાંત તમામ પરિવારોને મહિનાના ત્રીજા રવિવારે પલ્મલાઇમાં 5-5 કિલો ચોખા, 1-1 કિલો દાળ આપે છે.તેઓ કહે છે કે, ‘હું 14મી સદીના કાવેરીપટ્ટનમના સંત પટિનાથરથી પ્રભાવિત થઈને જરૂરિયાતમંદોને મદદ કરું છું.’

‘મે જે વચન આપ્યું છે તેને પૂર્ણ કરી રહ્યો છું’
બાલાચંદ્ર કહે છે કે, ‘હું થુથુકુડીના સમૃદ્ધ ઉદ્યોગપતિ પરિવારમાંથી આવું છું. મે ઘણા પૈસા કમાવ્યા છે. જ્યારે મેં ધંધો શરૂ કર્યો ત્યારે વિચાર આવ્યો હતો કે, હું જરૂરિયાતમંદ લોકોને ખાવાનું આપીશ.’ ‘મે મારા જીવનના 60 વર્ષો પરિવારને આપ્યા તેમની બધી જરૂરિયાતો પૂરી. હવે મે ધંધો છોડી દીધો છે. હું તમામ પ્રકારની પ્રતિબદ્ધતાઓથી મુક્ત છું. હવે મે જે વચન આપ્યું હતું તે હું પૂર્ણ કરી રહ્યો છું.’ થડગામમાં રહેતી એક મહિલા આદિવાસીઓ માટે રસોઈ બનાવે છે. દરરોજ ભોજન પર આશરે 6 હજાર રૂપિયા ખર્ચ થાય છે. ”

પરિવારમાં બધા પોતાની રીતે સેટલ છે
બાલાચંદ્ર કહે છે કે, ‘પરિવારમાં પત્ની, પુત્ર અને બે પુત્રી છે’.પુત્ર કોઈમ્બતુરની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એમડી છે. પુત્રીઓ વિદેશમાં પોતપોતાના ઘરે સ્થાયી થઈ ગઈ. પત્નીનોજન્મ સ્થળ કોઈમ્બતુર નજીક થયો છે. તે અંતિમ દિવસો ત્યાં ગાળવા માંગે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


After doing business for 60 years, Balachandra now earns Rs. Gives food to 250 tribes at a cost of 6 thousand