Home Gujarati 30 વર્ષીય સિંગલ વ્યક્તિએ પાર્ટનર શોધવા 40 હજાર રૂપિયા ખર્ચી બિલબોર્ડ છપાવડાવ્યું

30 વર્ષીય સિંગલ વ્યક્તિએ પાર્ટનર શોધવા 40 હજાર રૂપિયા ખર્ચી બિલબોર્ડ છપાવડાવ્યું

106
0

માન્ચેસ્ટર: અત્યારના જમાનામાં ડેટિંગ એપની કોઈ કમી નથી તેમ છતાં માન્ચેસ્ટર શહેરના યુવકે પાર્ટનર શોધવા માટે બિલબોર્ડ છપાવ્યું છે. 30 વર્ષીય માર્ક રોફે શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રસ્તા પર જ પોતાનું બિલબોર્ડ લગાવ્યું છે.

માર્કના કોન્ટેક્ટમાં મહિલાઓ કરતાં પુરુષો વધારે છે
પોતાના આ પ્રયોગ પર માર્કે કહ્યું કે, હું 100 કરતાં પણ વધારે લોકોના સંપર્કમાં છું, પરંતુ જોવાની વાત તો એ છે કે તેમાં મોટાભાગના લોકો પુરુષો જ છે.એક દિવસ મને વિચાર આયો કે, ડેટિંગ એપના ચક્કરમાં મારે નથી પડવું, પણ કોઈ મોટા બિલબોર્ડ પર મારો ફોટો છપાવીને હું પાર્ટનર શોધવાની જાહેરાત કરી શકુ છું.

પાર્ટનર શોધવા સ્પેશિયલ વેબસાઈટ
માર્ક છેલ્લા 1 વર્ષથી સિંગલ છે. તેણે પાર્ટનર માટે 3 મીટર ઊંચું અને 6 મીટર પહોળું બિલબોર્ડ બનાવડાવ્યું છે. માત્ર બિલબોર્ડ જ નહીં પણ માર્કે પાર્ટનર શોધવા DatingMark.co.uk વેબસાઈટ પણ બનાવી છે. આ વેબસાઈટમાં તેણે પોતાના વિશે લખ્યું છે.

માર્કને 40 હજાર રૂપિયા ખર્ચવા પાછળ કોઈ અફસોસ નથી
માર્ક માર્કેટિંગ ફિલ્ડમાં નોકરી કરે છે. તેણે કહ્યું કે, મારા બિલબોર્ડના આઈડિયા પણ ઘણા લોકો વિચારે છે કે પાર્ટનર શોધવા 40 હજાર રૂપિયા ખર્ચવા વ્યર્થ છે. પણ મારું માનવું છે કે, જો મને ગમતી પાર્ટનર મળી જશે તો આ રકમ કંઈ જ નથી. આશા છે કે, મારો આ પ્રયત્નને સફળતા મળશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Single man Mark Rofe hires billboard in bid to find love


Single man Mark Rofe hires billboard in bid to find love