Home Gujarati હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ના જાય તે માટે થ્રી ટાયર સારવાર વ્યવસ્થા

હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ના જાય તે માટે થ્રી ટાયર સારવાર વ્યવસ્થા

99
0

શહેરમાં પણ આગામી દિવસોમાં કોરોનાના હજારો લાખો કેસો આવવાની શક્યતાને ધ્યાનમાં રાખી, અમદાવાદની હોસ્પિટલોમાં અમેરિકા અને ઇટાલી જેવી અરાજકતા ના ફેલાય તેની અગમચેતી રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે થ્રી ટાયર વ્યવસ્થા શરૂ કરી છે. જેમાં દર્દીની બીમારી અને કોરોનાની અસરને ધ્યાનમાં રાખી તે મુજબ સારવાર અપાશે,

અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાએ અમદાવાદમાં હજારો લાખોની સંખ્યામાં કોરોનાના કેસો નોંધાઇ શકે છે તેવો ભય વ્યક્ત કરી સારવાર માટેની વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, અમદાવાદમાં આઇસોલેસન માટે અલગ, સામાન્ય દર્દી માટે અલગ અને ઓક્સિજનવાળા દર્દીને અલગ અલગ સારવાર આપશે.
થ્રી લેયરમાં દર્દીઓને સારવાર
1.કોવિડ કેર સેન્ટર: જેમાં સામાન્ય દર્દી હોય કે જેને અન્ય બીમારી ના હોય એવા દર્દીઓ ને રાખશે,આ ઉપરાંત 18 થી 60 વર્ષ ના દર્દીઓ ને રખાશે, સાજા થયેલાં લોકો કોવિડ કેર સેન્ટર માં કોવિડ વોલયનટીયર તરીકે સેવા કરી શકશે, આ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ માં શરૂ કરવામાં આવ્યું છે,
2,કોવિડ મેડિકલ સેન્ટર: જેમાં કોરોના પોઝિટિવ ના દર્દી ને ઓક્સિજનની જરૂર હોય એવા દર્દીઓ ને રાખશે,
3.સિવિલ/svp હોસ્પિટલ: કોવિડ કેર અને કોવિડ મેડિકલ સેન્ટરના દર્દી કરતા પણ વધુ તકલીફ હોય અને કોરોના પોઝિટિવના સિવિયર હોય તેને જ આઈસોલેસનમાં રાખવામાં આવશે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Three tier treatment system for corona virus patient increased in hospital