Home Gujarati સ્ટોરનો આઈસ્ક્રીમ એઠો કરીને ફ્રિજમાં મૂકનાર વ્યક્તિને 30 દિવસની જેલ અને 73...

સ્ટોરનો આઈસ્ક્રીમ એઠો કરીને ફ્રિજમાં મૂકનાર વ્યક્તિને 30 દિવસની જેલ અને 73 હજાર રૂપિયાનો દંડ

93
0

ટેક્સાસ: અમેરિકામાં 24 વર્ષના એન્ડરસને ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મૂકેલી પોસ્ટ ભારે પડી ગઈ છે. તેણે વોલમાર્ટ સુપરમાર્કેટના ફ્રિજમાંથી આઈસ્ક્રીમ કાઢ્યો, ચાટ્યો અને તે પછી એઠો કરીને પાછો ફ્રિજમાં મૂકી દીધો. આ પરાક્રમ બદલ તેને 30 દિવસની જેલની સજા અને 73 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીને સ્ટોરમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને 100 કલાક માટે મફત કામ કરવું પડશે. એટલું જ નહીં તેને આઈસ્ક્રીમની કંપનીને 15 હજાર રૂપિયા પણ આપવા પડશે. આરોપીએ માર્કેટમાં આઈસ્ક્રીમ ચાટીને ફ્રિજમાં મૂક્યાનો વીડિયો બનાવ્યો હતો.

એન્ડરસનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાઇરલ થઈ ગયો હતો. ત્યારબાદ બ્લૂ બેલ ક્રિમર્સે સ્ટોરમાં બધા આઈસ્ક્રીમ બદલી દીધા હતા. કંપનીને આશરે 15 હજાર રૂપિયાના આઈસ્ક્રીમનું નુકસાન થયું. આરોપીના પિતાએ જણાવ્યું કે, એઠો થયેલો આઈસ્ક્રીમ અમે ખરીદી લીધો હતો અમારી સાથે તેનું પ્રુફ પણ છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે એન્ડરસને પોતાની ભૂલ સ્વીકારી હતી. વોલમાર્ટનું કહેવું છે કે, આવા પરાક્રમને લીધે ગ્રાહકોનો આ,અમારા પરથી ભરોસો ઊઠી જાય છે. આવા મજાક યોગ્ય નથી. તેની યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

એન્ડરસન જેવો જ એક અન્ય વોલમાર્ટનો વીડિયો પણ વાઈરલ થયો હતો. તેમાં એક ટીનેજર વોલમાર્ટના સ્ટોરમાંથી આઇક્રીમ કાઢીને ચાટીને ફરીથી પાછી મૂકતી દેખાય છે. આ વીડિયોને 1 કરોડ 30 લાખ લોકોએ જોયો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Texas ice cream licker jailed for social media joke