Home Gujarati સુરત શહેરની ગલીઓમાં ડ્રોન કેમેરા દ્વારા ચેકિંગ હાથ ધરાયું, લોકોના ટોળા વિખેરવા...

સુરત શહેરની ગલીઓમાં ડ્રોન કેમેરા દ્વારા ચેકિંગ હાથ ધરાયું, લોકોના ટોળા વિખેરવા કાર્યવાહી

87
0

રિતેશ પટેલ, સુરતઃ કોરોના વાયરસ જેવો ચેપી રોગ શહેરમાં ફેલાય નહિ તે માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકડાઉન છતાં શહેરોમાં કેટલાક યુવકો ટોળા એકત્ર થતા અને કિકેટ રમતા હોવાની વ્યાપક ફરિયાદો પોલીસ કંટોલરૂમમાં આવી છે. મેઇન રોડ પર પોલીસ બંદોબસ્ત હોય છે જયારે અંદરના રસ્તામાં પર સોસાયટી અને ગલીઓમાં આવા યુવકોની સામે કાર્યવાહી કરવા માટે શહેર પોલીસે આવતીકાલથી ડ્રોન કેમેરાથી નજર રાખી રહી છે, આ માટે પોલીસે બે ડ્રોન કેમેરા ભાડેથી લીધા છે.

ગલીઓમાં ધ્યાન રાખવા ડ્રોનથી ચેકિંગ
બુધવારે સાંજે ડ્રોન કેમેરાથી ચેકિંગ કરવામાં આવી હતી. જેમાં 6 ઠેકાણે લોકોના ટોળા દેખાતા પોલીસે પીસીઆર વાન મોકલી ટોળાને દૂર કર્યો હતા. મેઇન રોડ પર પોલીસ બંદોબસ્ત હોય છે જયારે અંદરના રસ્તાઓ પર પોલીસ પહોંચી શકતી નથી એટલે અંદરના રસ્તાઓ પર લોકોના ટોળા ઉમટી પડે છે. જેને ધ્યાનમાં લઈને ડ્રોન કેમેરા થકી ચેકિંગ કરવાનું નક્કી કરાયું છે.

ડ્રોન ટેસ્ટિંગ કરાતાં શહેરમાં 6 સ્થળે ટોળાં જોવા મળ્યા હતા
અમે આવતીકાલથી ઝોન-4ના એરિયામાં સવારથી ડ્રોન કેમેરાથી 500 મીટરના દાયરામાં તપાસ કરીશું, જેથી ગલીઓ કે સોસાયટીમાં લોકોના ટોળા કે અન્ય કોઈ પ્રવૃતિઓ ટોળા દ્વારા કરતા હશે તો તાત્કાલિક પીસીઆર વાન મોકલી કાર્યવાહી કરાશે. – પ્રશાંત સુમ્બે, ડીસીપી-ટ્રાફિક એન્ડ ઝોન-4નો વધારાનો ચાર્જ

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ડ્રોન કેમેરાથી બુધવારે એક કલાક સુધી પોલીસે ચેકિંગ કરતા છ સ્થળે લોકોના ટોળા જોવા મળ્યા હતા જેથી છ જગ્યાએ પીસીઆર વાન મોકલી કાર્યવાહી કરી હતી.