Home Gujarati સાઉથ આફ્રિકામાં નર વાનરે પોતાનાં બાળકની જેમ સિંહના બચ્ચાંને પંપાળ્યું

સાઉથ આફ્રિકામાં નર વાનરે પોતાનાં બાળકની જેમ સિંહના બચ્ચાંને પંપાળ્યું

126
0

કેપ ટાઉન: હાલ ઇન્ટરનેટ પર અચરજ પમાડે તેવો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. સાઉથ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કમાં એક નર બબૂન(વાંદરાંની એક પ્રજાતિ) હાથમાં સિંહના બચ્ચાંને લઈને ફરી રહ્યો છે. આ વાનર ઝાડ પર ચડીને બેઠો છે અને જાણે પોતાનું જ બાળક હોય તેમ સિંહના બચ્ચાંને પંપાળી રહ્યું છે.

20 વર્ષના પ્રથમવાર આવો વીડિયો જોયો
ક્રુગર નેશનલ પાર્કે વાનર અને સિંહના બચ્ચાંનો વીડિયો યુટ્યુબ પર શેર કર્યો છે. આ ફોટોઝ અને વીડિયો 43 વર્ષીય કર્ટ સ્કલ્ટઝે કેપ્ચર કર્યો છે. 2 ફેબ્રુઆરીએ યુટ્યુબ પર પોસ્ટ થયેલા આ વીડિયોને અત્યાર સુધી 16 લાખથી પણ વધારે લોકોએ જોયો છે. છેલ્લા 20 વર્ષથી સફારી પાર્કમાં શૂટિંગનું કામ કરી રહેલા કર્ટ અત્યાર સુધી આવો નજારો ક્યારેય જોયો નથી.

નર વાનર બચ્ચાં પર પિતાનો પ્રેમ વરસાવ્યો
કર્ટ જણાવ્યું કે, હું પાર્કમાં સિંહનું શૂટિંગ કરવા આવ્યો હતો, તે સમયે વાનરનું એક ઝૂંડ સિંહના બચ્ચાંની આજુબાજુ ભેગા થઈ ગયું હતું. પ્રથમ નજરે જોતા તો એવું લાગતું જતું કે, તેઓ બચ્ચાંને મારી નાખશે પણ તેવામાં એક નર વાનર આગળ આવ્યો અને બચ્ચાંને પોતાની સાથે ઊંચકીને ઝર પર ચડી ગયો. તે બચ્ચાંને પંપાળવા લાગ્યો. વાનર બચ્ચાંને લઈને એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકા મારી રહ્યો હતો. આ જોઈને અમને ડર પણ લાગતો હતો. મેં 20 વર્ષમાં પ્રથમ વખત આવો નજારો જોયો. વાનર પિતાની નજરે બચ્ચાંને જોઈ રહ્યો હતો.

સોશિયલ મીડિયા યુઝર્સ આ નજારાને એનિમેશન ફિલ્મ ધ લાયન કિંગના એક સીન સાથે સરખાવી રહ્યા છે. ફિલ્મમાં પણ રફીકી વાનર યંગ સિમ્બાની દેખભાળ કરે છે. વર્ષ 2005-2006ના સર્વે પ્રમાણે, ક્રુગર નેશનલ પાર્કમાં આશરે 1600 સિંહનો વાસ હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Baboon grooms little lion cub in South Africa’s Kruger park


Baboon grooms little lion cub in South Africa’s Kruger park


Baboon grooms little lion cub in South Africa’s Kruger park