Home Gujarati સરદાર માર્કેટ રોડ પર સવારે 4:30 વાગ્યે રસ્તાઓ જામ થઈ ગયા, જાગૃત...

સરદાર માર્કેટ રોડ પર સવારે 4:30 વાગ્યે રસ્તાઓ જામ થઈ ગયા, જાગૃત નાગરિકે વીડિયો બનાવ્યો

93
0


સુરતઃ સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહેલા કોરોના વાઇરસને લઈને સુરત સહિત દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. દરમિયાન લોકો ઘરની બહાર ન નીકળે અને સોશિયલ ડિસટન્સ જણવાઈ રહે તે માટે આરએએફની ટીમ પણ ઉતારવામાં આવી છે. જોકે, સુરત APMC સરદાર માર્કેટ રોડ પર સવારે 4:30 વાગ્યાના અરસામાં શાકભાજી લેવા કે પછી લટાર મારવા આવેલા લોકોની ભીડથી રસ્તાઓ જામ થઈ ગયા હતા. આ ઘટનાના એક જાગૃત નાગરિકે આ વીડિયો બનાવ્યા હતા. જાગૃત નાગરિકે વીડિયો સોશિયલ મીડિયામાં મૂકી મેયર અને પાલિકા કમિશનર અને આરોગ્ય મંત્રી સુધી પહોંચાડવાની અપીલ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સરદાર માર્કેટમાં સોશિયલ ડિસટન્સ ન જણવાયું