Home Gujarati શિક્ષકોને ઓનલાઈન હાજરી પુરવાનો આદેશ અપાયો, ઘણા ગામોમાં નેટવર્ક નથી આવતું, શિક્ષકો...

શિક્ષકોને ઓનલાઈન હાજરી પુરવાનો આદેશ અપાયો, ઘણા ગામોમાં નેટવર્ક નથી આવતું, શિક્ષકો છત પર ચઢીને હાજરી પુરે છે

137
0

જોધપુરઃ રાજ્યની 64 હજાર સ્કૂલોના લગભગ 2.87 લાખ શિક્ષકોએ હવે પોતાની હાજરી મોબાઈલથી ‘શાળા દર્પણ પોર્ટલ’ પર ઓનલાઈન પુરવી પડશે. સરકારનો આ આદેશ દૂરના અંતરિયાળ ગામોની સ્કૂલોમાં ભણાવી રહેલા શિક્ષકો માટે મુશ્કેલ બની ગયો છે.

કેટલાક ગામમાં મોબાઈલ નેટવર્ક ભાગ્યેજ આવે છે. એવામાં કોઈ શિક્ષક સ્કૂલથી અડધો કિ.મી. દૂર રેતીના ઢગલા અથવા છત ઉપર ચઢીને નેટવર્ક આવે ત્યારે હાજરી પુરવા માટે મજબૂર બને છે. સવારે 10ઃ30 કલાકે હાજરી નહીં કરવા પર કર્મચારીઓને ગેરહાજર માનીને તેમનો પગાર કાપવામાં આવે છે. સંયુક્ત શિક્ષણ નિયામક શાખાના પ્રેમચંદ સાંખલાના જણાવ્યા પ્રમાણે, કેટલાક ગામના શિક્ષકોની આ સમસ્યાને આગામી બેઠકમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ શિક્ષક અને પંચાયતીરાજ કર્મચારી સંઘના જિલ્લા પ્રમુખ સંતોક સિંહ સિણલીના જણાવ્યા પ્રમાણે, સરકારે આદેશ જારી કરતા પહેલા સ્કૂલોમાં સંસાધનો પુરા પાડવા જોઈએ.

એક કિ.મી સુધી નેટવર્ક નથી, ટેકરાઓ પર ચઢવા મજબૂર શિક્ષક
રાજ્ય પ્રાથમિક શાળા ધોકલનગર બુગડીના શિક્ષકો પણ હેરાન થઈ ગયા છે. ચારેય તરફ રેતીના ઢગલાઓથી ઘેરાયેલી આ સ્કૂલના એક કિ.મીના વિસ્તારમાં નેટવર્ક નથી આવતું. શિક્ષક રોહિતાશ સહિત તમામ ચારેય શિક્ષકો અડધો કિ.મી દૂર 50 ફૂટ રેતીના ઢગલા પર ચઢીને હાજરી પુરે છે છે. ઘણી વખત અહીં પણ નેટવર્ક નથી આવતું જેથી શિક્ષકો હાજરી નથી પુરી શકતા.

સ્કૂલની છત પર ચઢીને નેટવર્ક શોધે છે શિક્ષક

સરકારી પ્રાથમિક શાળા માતાજીની ડોલી રોહિનામાં પણ નેટવર્ક ઉપલબ્ધ નથી. શિક્ષકોએ સ્કૂલની છત પર ચઢીને નેટવર્ક શોધવાનો પ્રયાસ કરે છે અથવા અડધો કિ.મી દૂર જઈને હાજરી પુરે છે. સંસ્થાના વડા રામકિશોક મીનાના જણાવ્યા પ્રમાણે, છત પર પણ નેટવર્ક ઉપલબ્ધ હોતું નથી. આ સમસ્યાના કારણે શિક્ષણ કાર્યનો સમય પણ વ્યર્થ થઈ રહ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજ્ય પ્રાથમિક શાળા ધોકલનગર બુગડીના શિક્ષકો રેતીના ઢગલા પર જઈને હાજરી પુરે છે!