Home Gujarati વૈજ્ઞાનિક આર્કિમિડીઝના સિદ્ધાંતને આધારે સૂકાયેલા કૂવામાં પાણી ભરીને હાથીનાં બચ્ચાંનું રેસ્કયૂ કરવામાં...

વૈજ્ઞાનિક આર્કિમિડીઝના સિદ્ધાંતને આધારે સૂકાયેલા કૂવામાં પાણી ભરીને હાથીનાં બચ્ચાંનું રેસ્કયૂ કરવામાં આવ્યું

113
0

ગુમલા: ઝારખંડના ગુમલા જિલ્લામાં હાથીનાં બચ્ચાનું અનોખી રીતે રેસ્કયૂ કરવામાં આવ્યું છે. હાથીનું બચ્ચું સૂકાયેલા કૂવામાં પડી ગયું હતું. કૂવાની ઊંડાઈ વધારે હોવાથી તે આપમેળે બહાર આવી શકતું ન હતું. તેની જાણ થતા જ વન વિભાગની ટીમ હાથીનાં બચ્ચાનું રેસ્કયૂ કરવા માટે પહોંચી હતી. આ રેસ્કયૂ આકર્ષણનું કેન્દ્ર એટલા માટે બન્યું હતું કારણ કે હાથીનાં બચ્ચાને કૂવામાંથી બહાર કાઢવા માટે વૈજ્ઞાનિક આર્કમિડીઝના ‘ફ્લૂઈડ સ્ટેટિક’ સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સિદ્ધાંત અનુસાર રેસ્કયૂ માટે કૂવામાં પાણી ઉમેરવામાં આવ્યું હતું. તેથી હાથીનું બચ્ચું પાણીની સપાટી સાથે કૂવાની ઉપર આવ્યું હતું. કૂવાની સપાટીએ બચ્ચું પહોંચતા જ કૂવાની દીવાલને જેસીબી મશીનથી તોડવામાં આવી હતી. બચ્ચાને રસ્તો નજરે પડતા જ તે જંગલની તરફ દોડી ગયું હતું.

વન વિભાગના અધિકારી રમેશ પાંડેએ હાથીનાં બચ્ચાંનાં રેસ્કયૂની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફિઝિક્સના નિયમને આધીન આ રેક્સ્યૂના સોશિયલ મીડિયા યુઝર્સ વખાણ કરી રહ્યા છે.

આર્કિમિડીઝનો ફ્લૂઈડ સ્ટેટિક સિદ્ધાંત
આ સિદ્ધાંત અનુસાર જ્યારે પાણી અથવા કોઈ પણ પ્રવાહી દ્રવ્યમાં કોઈ વસ્તુને રાખવામાં આવે તો તેના ભાર અથવા વજનમાં ઘટાડો થાય છે. આ સિદ્ધાંતને એક ઉદાહરણથી સમજીએ તો એક પાણીથી ભરેલા જગમાં ચમચી નાખવામાં આવે તો થોડુંક પાણી જગની બહાર આવી જશે. તેનાથી ચમચીના વજનમાં ઘટાડો આવે છે. આ ઘટાડો જગની બહાર આવેલા પાણીનાં વજન બરાબર જ હોય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Elephant cubs were rescued by watering the well in a dry well on the basis of scientific Archimedes theory in Jharkhand gumla