Home Gujarati વાપીમાં હાઇવે પર યાત્રીઓને ફુડ પેકેટ અને પાણી આપી મદદ

વાપીમાં હાઇવે પર યાત્રીઓને ફુડ પેકેટ અને પાણી આપી મદદ

92
0



વાપીની ભારતીય જનકલ્યાણ સંઘ દ્વારા ટાઉન વિસ્તારમાં ભૂખ્યા ભિક્ષુકોને શોધી શોધીને ફુડ પેકેટ વિતરણ કરાઇ રહ્યું છે. સંસ્થાના પ્રમુખ પવન સી.વર્મા સહિત સભ્યો યુપીએલ બ્રીજ, વૈશાલી ચારરસ્તા, મોરાઇ ફાટક, બલીઠા, કચીગામ રોડ તેમજ મુક્તાનંદ માર્ગ જેવા વિવિધ વિસ્તારોમાં ફરે છે અને જરૂરતમંદોને ફૂડ પેકેટ તથા પાણીની સુવિધા પૂરી પાડે છે. જ્યારે પોતાના વતન જવા માટે હાઇવે થકી ચાલતા નીકળેલા યાત્રીઓને પણ આ સેવા અપાઈ રહી છે. મંગળવારે આ સંસ્થાએ 350 ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. જ્યારે બુધવારે 300 પેકેટ લોકોને આપ્યા હતા. જે દરમિયાન મુંબઇથી ગોધરા અને રાજસ્થાન જવા ચાલતા નીકળેલા યાત્રીઓને જમાડવામાં ટાઉનના પીઆઇ એસ.જે.બારીયા પણ આ સંસ્થા સાથે જોડાયા હતા.

ભારતીય જનકલ્યાણ સંઘ ભિક્ષૂકોને પણ જમાડી રહી છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Vapi News – food packets and water help to the passengers on the highway in vapi 073623