Home Gujarati વર્ષોથી મહિલાઓનું ગ્રુપ હોળીના હર્બલ રંગ ઘરે બનાવે છે, આખા દેશમાં આ...

વર્ષોથી મહિલાઓનું ગ્રુપ હોળીના હર્બલ રંગ ઘરે બનાવે છે, આખા દેશમાં આ કલરની ડિમાન્ડ

94
0

નૈનિતાલ: હોળી રંગોનો તહેવાર છે, પણ કેમિકલ રંગોને કારણે દર વર્ષે રંગમાં ભંગ પડી જાય છે. કેમિકલ રંગોને કારણે સ્કિન પર બળતરા અને ખંજવાળ જ આવ્યા રાખે છે. નૈનિતાલમાં સ્વયં સહાયતા ગ્રુપ હોળી રસિકોને આ સમસ્યાથી બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

ઉત્તરાખંડના નૈનિતાલ શહેરના હરિયાનપુર ગામમાં આ મહિલાઓ ગલગોટાના ફૂલ, ગુલાબ અને હળદરને મેંદા અને મકાઈના લોટમાં ભેળવીને હર્બલ કલર તૈયાર કરે છે. આ ગામની મહિલાઓ કલર બનાવવા માટે હોળીના એક મહિના પહેલાં જ મહેનત શરુ કરી દે છે. હોળી નજીક આવતા હર્બલ રંગોની ડિમાન્ડ પણ વધી જાય છે.

હર્બલ ગ્રુપની માગ માત્ર ઉત્તરાખંડમાં જ નહીં, પણ ઉત્તરપ્રદેશથી લઈને બેંગ્લુરુના દુકાનદારો પણ ઓર્ડર આપે છે. હર્બલ કલર બનાવતી મહિલાઓ કહે છે કે, આ કલરથી સ્કિન પર કોઈ ખરાબ અસર થતી નથી અને શરીરની અંદર જવાથી પણ કોઈ નુકસાન થતું નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today

a group of women have been making Holi herbal colors at home in Nainital