Home Gujarati વડોદરામાં રાહતદરે શાકભાજીનું વેચાણ, લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે દૂર ઉભા રહીને લાઇનો...

વડોદરામાં રાહતદરે શાકભાજીનું વેચાણ, લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ માટે દૂર ઉભા રહીને લાઇનો લગાવી

81
0

વડોદરાઃ વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં પાલિકા અને એપીએમસી દ્વારા રાહતદરે ટ્રેક્ટરથી શાકભાજીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકો ડિસ્ટન્સ રાખીને શાકભાજી ખરીદવા માટે લાઇનોમાં ઉભા રહે છે. વડોદરા શહેરના નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં લોકોએ કોરોના વાઈરસને કારણે સોશિયલડિસ્ટન્સ રાખવા માટે લાઇનમાં થોડા થોડા અંતરે ઉભા રહ્યા હતા. આમ લોકોમાં હવે શોશ્યલ ડિસ્ટન્સિંગ અંગે જાગૃતિ આવી રહી છે.

વડોદરામાંએક પુરૂષનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ

વડોદરા શહેરમાં વધુ એક પુરૂષનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વડોદરામાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા 9 ઉપર પહોંચી ગઇ છે. વડોદરા શહેરમાં 66 વર્ષના એક પુરૂષને કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેને ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં તેનો રિપોર્ટ કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે. જેથી તેને ગોત્રી જનરલ હોસ્પિલના આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

વડોદરામાં 1571 લોકો હોમ ક્વોરેન્ટાઇન ઉપર છે
છેલ્લા 24 કલાકમાં તંત્ર દ્વારા 169 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. જ્યારે 42 લોકોને આજવા રોડ લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના ક્વોરન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. કોરોના પર લગામ કસવાના ભાગરૂપે 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે, ત્યારે વડોદરાનું વહીવટી તંત્ર ટૂંકાગાળામાં વિદેશથી પરત આવેલાં અથવા તો અન્ય રાજ્યોમાંથી શહેરમાં આવેલાં લોકોની ભાળ મેળવી વધુ તપાસ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં પાલિકા વહીવટી તંત્ર દ્વારા 169 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા હતા. જ્યારે ટૂંકાગાળામાં વિદેશથી આવેલાં 42 લોકોને આજવા રોડ પર તૈયાર કરવામાં આવેલા લેપ્રસી ગ્રાઉન્ડના ક્વોરન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે શહેરમાં હોમ ક્વોરન્ટાઇન કરાયેલા લોકોનો આંકડો 1,571 પર પહોંચ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


લોકોએ શોશ્યલ ડિસ્ટન્સિંગ માટે દૂર ઉભાા રહીને શાકભાજીની ખરીદી કરી


આઇસોલેશન વોર્ડ