Home Gujarati વડોદરામાં પોલીસને બિગ ફિટનેસ જીમ ખુલ્લું હોવાના ફોટા મળતાં ત્રણ ઝડપાયા

વડોદરામાં પોલીસને બિગ ફિટનેસ જીમ ખુલ્લું હોવાના ફોટા મળતાં ત્રણ ઝડપાયા

92
0

વડોદરાઃ શહેર ક્રાઇમ બ્રાન્ચે વોટસએપ પર લોકડાઉનમાં બહાર રખડતા લોકોના ફોટા મોકલવા લોકોને કરેલી અપીલ બાદ લોકોનો ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના વોટસએપ નંબર પર લોકોએ ન્યુવીઆઇપી રોડનું બિગ ફિટનેસ જીમ ખુલ્લુ હોવાના ફોટા મોકલતા પોલીસે દરોડો પાડી 3ને પકડયા હતા. આ સિવાય પોલીસે ડ્રોન અને સીસી ટીવીથી 10ને ઝડપ્યા હતા, જયારે અલગ અલગ વિસ્તારમાંથી પણ 21 જણા ઝડપાયા હતા. પોલીસે બુધવારે જાહેરનામા ભંગની 21 ફરિયાદો નોંધી 37ને પકડયા હતા. લોકડાઉનનો ફાયદો ઉઠાવી જુગાર રમતા 10 પણ પોલીસના હાથે પકડાયા હતા.

10 લોકોની સામે ગુનો નોંધ્યો
ક્રાઇમ બ્રાન્ચના વોટસએપ નંબર પર લોકોએ ન્યુ વીઆઇપી રોડ પર આવેલ બિગ ફિટનેસ જીમ ચાલુ હોવાના ફોટા મોકલતા ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાની સુચના બાદ ડીસીબીએ તપાસ કરતાં જીમ ખુલ્લુ જણાયું હતું. પોલીસે તપાસ કરતાં જીમનો માલીક સુરજ દશરથ કહાર, ક્રિષ્ણા કમલેશ ચૌહાણ અને ચન્દ્રકાંત રુપસિંગ બારીયા મળી આવતાં પોલીસે ત્રણેય સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી અટકાયત કરી હતી. બીજી તરફ પોલીસે સીસીટીવી અને ડ્રોન કેમેરાની મદદથી અલગ અલગ વિસ્તારમાં ફરી રહેલા 10 વ્યકતીને ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત લોકડાઉનનો ફાયદો ઉઠાવી હરણી ગામ પાણીની ટાંકી પાસે જુગાર રમી રહેલા 10 જણાને પણ પોલીસે પકડી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. બીજી તરફ માંજલપુર, વાડી, સરસીયા તળાવ, પાણીગેટ, રાવપુરા જીપીઓ, કારેલીબાગ ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે તથા સમામાં દુકાનો અને ગલ્લા ખોલનારા અને રખડવા નિકળેલા લોકોને પણ પોલીસે ઝડપી લઇ તેમની સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે બુધવારે જાહેરનામા ભંગના 21 ગુના નોંધી 37ની અટકાયત કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


લાેકડાઉન બાદ શહેર પાેલીસે લાેકાેને સમજાવટ થી કામ લઈ રહયા છે