Home Gujarati વડોદરામાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા મહિલા પોલીસકર્મી લોકડાઉનમાં ફરજ બજાવે છે

વડોદરામાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા મહિલા પોલીસકર્મી લોકડાઉનમાં ફરજ બજાવે છે

85
0


કોરોના વાઈરસની મહામારીમાં પોલીસ જવાનો સહિત કર્મયોગી કર્મચારીઓની કોઠાસૂઝ, સેવા ભાવના અને કોઈપણ સંજોગોમાં ફરજ બજાવવાની તત્પરતાના ઉજ્જવળ ઉદાહરણો પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ એક દાખલો રાવપુરા પોલીસ મથકના મહિલા પોલીસકર્મી જ્યોતિબેન મનુભાઈ પરીખે બેસાડ્યો છે, તેઓ તાજેતરમાં એક અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા હોવા છતા પાટાપિંડી સાથે ખડે પગે કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજો અદા કરી રહ્યા છે.
પોતાની ચિંતા કર્યાં વિના મહિલા ફરજમાં જોડાઇ ગયા
મહિલા પોલીસકર્મી જ્યોતિબેન પરીખ તાજેતરમાં માર્ગ અકસ્માતમાં ઘવાયા હતા અને તેના પગલે થયેલી ઈજાઓને લીધે પાટાપિંડી કરાવવી પડી હતી. જોકે તેઓ આ ઈજાઓ અને પાટાપિંડીની ચિંતા કર્યા વગર પોતાની ફરજમાં જોડાઈ ગયા છે.
નાયબ પોલીસ કમિશનર સંદીપ ચૌધરી મહિલા પોલીસકર્મીની કામગીરીને બિરદાવી
નાયબ પોલીસ કમિશનર સંદીપ ચૌધરીએ તેમની આ કાર્ય તત્પરતા ને બિરદાવતાં જણાવ્યું છે કે, જ્યોતિબહેનની ફરજ માટેની આ ધગશ પ્રસંશાને પાત્ર છે અને વડોદરા શહેર પોલીસ દળના આવા કર્મયોગીઓ વડોદરા શહેર પોલીસની સાથે સમસ્ત પોલીસ પરિવારનું ગૌરવ વધારી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મહિલા પોલીસકર્મી જ્યોતિબેન મનુભાઈ પરીખ