Home Gujarati લોકડાઉનથી કામ વગર બેઠેલા પરપ્રાંતિયોએ બેનર દર્શાવી વતન જવા માટે માંગ કરી

લોકડાઉનથી કામ વગર બેઠેલા પરપ્રાંતિયોએ બેનર દર્શાવી વતન જવા માટે માંગ કરી

86
0

અમરોલી ચાર રસ્તા નજીકના રણછોડ નિકેતનમાં રહેતા યુપી-બિહાર અને ઓડિશા વાસીઓ આખરે મજબુર બની બેનરો સાથે રોડ ઉપર આવ્યાં હતા. લોકડાઉન બાદ સતત આંખ આડા કાન કરતા તંત્રને લઈ રોષ વ્યકત કર્યો હતો. હમ ભૂખ મરે સે મર રહે હે, હમેં ઘર ભેજો, હમેં ખાના દો, જેવા બેનરો સાથે સૂત્રો ચાર કરનાર એક બે નહિ પણ 2500થી વધુ હોવાનું સ્થાનિક એન ડી સાજીડે જણાવ્યું હતું.
વતન જવાની વ્યવસ્થા કરવાની માંગ

અમરોલીમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પરપ્રાંતિયો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. આ વિસ્તાર આખો મજૂર, નોકરિયાત વર્ગ થી ભરેલો હોવાનું અને કોઈ પણ સામાજિક સંસ્થાઓ પણ અહીંયા રાહત સામગ્રી કે અનાજની કીટ લઈને આવતી ન હોવાનું જણાવ્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


શ્રમિકોએ બેનર દ્વારા વતન જવાની માંગ કરી હતી.