Home Gujarati લૉકડાઉનમાં રાજ્યનાં થેલિસિમિયાગ્રસ્ત બાળકો માટે લિવર, હૃદયમાંથી આયર્ન ઓછું કરવાની દવા ઘરબેઠા...

લૉકડાઉનમાં રાજ્યનાં થેલિસિમિયાગ્રસ્ત બાળકો માટે લિવર, હૃદયમાંથી આયર્ન ઓછું કરવાની દવા ઘરબેઠા જ મળી શકશે

90
0

અમદાવાદ: લોકડાઉનને પગલે વિવિધ મંદિરો, સંસ્થાઓએ સેવાયજ્ઞ શરૂ કરી દીધો છે. જરૂરિયાતમંદોને જરૂરી ચીજવસ્તુઓ, દવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ રાજ્યભરના થેલિસિમિયાગ્રસ્ત બાળકોને લિવર, હૃદયમાંથી આયર્ન ઓછું કરવાની દવા આપવાની વ્યવસ્થા કરી છે. દવા મેળવવા માટે હેલ્પલાઇન નંબર 7567166111 પર વાલીઓએ ફોન કરવાનો રહેશે. દવાનું પ્રિસ્કિપ્શન પણ આ નંબર પર મોકલવાનું રહેશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખાનાં થેલેસેમિયા કમિટીનાં ચેરમેન ડો. અનિલ ખત્રી અને જનરલ સેક્રેટરી ડો. પ્રકાશ પરમારે કહ્યું કે, લોકડાઉનને પગલે રાજ્યની બ્લડબેંકમાં લોહીની અછત ન થાય તે માટે અમે પ્રયાસો હાથ ધર્યા છે. બીજી તરફ એસજીવીપી, કણભા સ્વામિનારાયણ મંદિર, નારણપુરા સ્વામિનારાયણ મંદિર, અગ્રવાલ સમાજ સહિત વિવિધ સંસ્થાઓએ ભોજન અને જીવનજરૂરી વસ્તુઓનું વિતરણ શરૂ કર્યું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર.