Home Gujarati રાજકોટ એરપોર્ટ પર બે વર્ષમાં 3 ફ્લાઈટ ઓછી થઇ, 71450 મુસાફરો ઘટી...

રાજકોટ એરપોર્ટ પર બે વર્ષમાં 3 ફ્લાઈટ ઓછી થઇ, 71450 મુસાફરો ઘટી ગયા

270
0


ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|રાજકોટ

રાજકોટ એરપોર્ટનો વિકાસ થવાને બદલે રકાસ થઇ રહ્યો હોય એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. છેલ્લા બે વર્ષ દરમિયાન અહીં ફ્લાઈટ અને યાત્રિકોની સંખ્યામાં વૃદ્ધિ થવાને બદલે ઘટી છે. એક સમયે રાજકોટ એરપોર્ટ પર મુંબઈ જવા માટે દરરોજ ચાર ફ્લાઈટની ફ્રીકવન્સી રહેતી હતી. સવારે અને સાંજે બે ફ્લાઈટ એર ઇન્ડિયાની અને બે જેટની મળતી હતી. હાલ 3 ફ્લાઈટ ઓછી થઇ ગઈ છે. યાત્રિકોની સંખ્યામાં પણ બે વર્ષમાં 71,450નો ઘટાડો થયો છે. રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગકારો મુંબઈ સવારથી સાંજ સુધીમાં પોતાના કામ પૂરા કરીને એક જ દિવસમાં આવી શકતા હતા, પરંતુ આજે પરિસ્થિતિ કંઈક જુદી જ છે. એકબાજુ રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈ અને દિલ્હી બે જ ફ્રીકવન્સી ઉપલબ્ધ છે અને તેમાં પણ બંને ફ્રીકવન્સી ઉપર દિવસમાં એક-એક જ ફ્લાઈટ ઉપલબ્ધ હોવાને કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.

જુલાઈ માસથી જ હજ યાત્રિકો માટે ફ્લાઈટ ફાળવવાને કારણે એર ઇન્ડિયાએ દેશભરમાં કેટલીક ફ્રીકવન્સી ઘટાડી દીધી હતી જેમાં રાજકોટ એરપોર્ટ પરથી મુંબઈ માટે જે ફ્લાઈટ રોજ સાંજે ઉડાન ભરતી હતી એ જુલાઈ માસથી સપ્તાહમાં ત્રણ જ દિવસ કરી દેવામાં આવી હતી. વળી 8થી 15 ઓગસ્ટ દરમિયાન મુંબઈની ફ્લાઈટ દરરોજ ઉડાવવા નિર્ણય કરાયો હતો પરંતુ 16 ઓગસ્ટથી ફરી મુંબઈની ફ્લાઈટ દરરોજને બદલે સપ્તાહમાં ત્રણ જ દિવસ ઉડાન ભરશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today