Home Gujarati રાજકોટના PSI ચાલુ ફરજમાં ઘરે જમવા તો આવે છે, પણ ઘર બહાર...

રાજકોટના PSI ચાલુ ફરજમાં ઘરે જમવા તો આવે છે, પણ ઘર બહાર ટેબલ પર જમી લે છે

77
0


કોરોના વાઈરસની મહામારી વચ્ચે દેશભરની પોલીસ હાલ યોદ્ધાની જેમ કામ કરી રહી છે. તેમના પર ડ્યુટીની જવાબદારી છે, પરંતુ સાથે સાથે મોટી જવાબદારી તેમના ઘર અને પરિવારની પણ છે. આખો દિવસ ફરજ પર કોરોના સંક્રમણ લાગવાના ભય વચ્ચે પોલીસ કામ કરે છે. પરિવારની ચિંતા હોવાથી રાજકોટના પીએસઆઇ ચાલુ ફરજે ઘરે જમવા આવે છે, ત્યારે ઘર બહાર ટેબલ પર જમી લે છે
સાંજે ઘરે પહોંચીને વસ્ત્રો જાતે પાણીમાં ડૂબાડીને ઘરમાં પ્રવેશ કરે છે
રાજકોટ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.એફ.ડામોર પોતાની ફરજ દરમિયાન દિવસના ઘરે જમવા તો આવે છે, પરંતુ તેઓ ઘરે જમવા જતા સમયે ઘરમાં નહીં પરંતુ ઘરની બહાર જ પોતાના હાથ ધોઇને જમતા હોય છે. તેમના પરિવારની ચિંતા કરીને પરિવારને કોઈ વાઈરસ ન લાગે તેનું ધ્યાન રાખી આ PSI ઘરની બહાર જ જમવાનું પસંદ કરે છે.જમ્યા બાદમાં તુરંત તેઓ ફરજ પર પહોંચી જાય છે. સાંજે પણ તેઓ ફરજ પરથી આવી ને તુરંત પોતાના વસ્ત્રને જાતે જ પાણી ડૂબોડીને ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે રાજકોટની પ્રજાના રક્ષક અને પરિવારના કવચ PSI એમ.એફ.ડામોર લોકોને અપીલ કરે છે કે બિનજરૂરી બહાર ન નીકળે અને સરકારના નિયમનું પાલન કરે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ઘરની બહાર બેસીને જમી રહેલા પીએસઆઇ એમ.એફ. ડામોર