Home Gujarati રાંદેરમાં પોઝિટિવ કેસ નોંધાતા લોકો સજાગ, દૂધ-શાકભાજી લેવા નીકળતા લોકોની સંખ્યા ઘટી

રાંદેરમાં પોઝિટિવ કેસ નોંધાતા લોકો સજાગ, દૂધ-શાકભાજી લેવા નીકળતા લોકોની સંખ્યા ઘટી

94
0

સુરતઃ શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના પોઝિટિવ કેસનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે. ગત રોજ રાંદેર વિસ્તારના 67 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. સાથે સાથે લોકો પણ સજાગ થયા છે. છેલ્લા સાત દિવસ કરતા આજે દૂધ અને શાકભાજી લેવા નીકળતા લોકોની સંખ્યામાં ઘટોડા થયો છે.

લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છેય

પોઝિટિવ આવેલા વૃદ્ધ રાંદેરમાં લોન્ડ્રીની દુકાન ચલાવે છે અને ટ્રાવેલ ડિસ્ટ્રી પણ નથી. જેથી વધુ મુશ્કેલી થઈ છે. હાલ આરોગ્ય અને ફાયર વિભાગ દ્વારા વૃદ્ધના ઘરની આસપાસના વિસ્તારને સેનિટાઈઝ કરવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે લોકો ઘરમાં જ રહેવાનું મુનાસિબ માની ઘરમાં જ રહે છે. ઈમરજન્સી સિવાય લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. હાલ પાલિકા દ્વારા રાંદેર વિસ્તારમાં સર્વે શરૂ કરાવ્યો છે. જેથી પોઝિટિવ વૃદ્ધના સંપર્કમાં આવેલાઓ સુધી પહોંચી શકાય.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાંદેર વિસ્તારના કેટલાક રસ્તાઓ સૂમસામ