Home Gujarati રવિવારે કોરોનાએ રજા રાખી, એક પણ પોઝિટિવ દર્દી જાહેર થયો નહીં

રવિવારે કોરોનાએ રજા રાખી, એક પણ પોઝિટિવ દર્દી જાહેર થયો નહીં

94
0

વડોદરાઃ રવિવારે શહેરમાં કોરોનાનો એક પણ પોઝિટિવ દર્દી નોંધાયો ન હતો. જ્યારે શંકાસ્પદ તરીકે 11 દર્દીઓના રિપોર્ટ કોરોના લેબમાં મોકલવામાં આવ્યાંહતા. જેમાંથી તમામના નેગેટિવ રિપોર્ટ આવ્યાં હતા. જ્યારે બે કેસોના રિપોર્ટ બાકી છે. ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે અમેરિકાથી આવેલા દંપતિનુંસ્ક્રિનિંગ કરાયું હતું. જોકે કંઇ શંકાસ્પદ ન જણાતા સગર્ભા પત્નીને પ્રાથમિક સ્ક્રિનિંગ બાદ ઘરે મોકલવામાં આવ્યાં હતા. યુવતીને 38 અઠવાડિયાનો ગર્ભ હોવાથીઅને આગામી સમયની તૈયારીઓના ભાગરૂપે તાબડતોબ લેબર રૂમ અને અલાયદી પિડિયાટ્રિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. મૂળે માંજલપુરના અનેજાન્યુઆરી માસમાં અમેરિકાના કેલિફોર્નિયાથી પરત ફરેલી માર્ગી પટેલ (ઉવ.29) સગર્ભા હતા. તેમને ખાંસી-શરદીના લક્ષણો જણાતા ખાનગી તબીબનીસલાહથી ગોત્રી હોસ્પિટલ ખાતે આવ્યા હતા.

ગોત્રી હોસ્પિટલમાં ફ્લૂ અને કોરોના માટે અલાયદી ઓપીડીઓ તૈયાર કરાઇ
ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે ઇન્ટર્ન અને રેસિડન્ટ તબીબોની એકસાથે 9-9 માળની બે હોસ્ટેલો તૈયાર કરવામાં આવી છે. જેમાં એક બિલ્ડિગમાં ગ્રાઉન્ડફ્લોર પર ફ્લુ ઓપીડી અને પહેલા માળે કોરોના ઓપીડી તૈયાર કરી છે. આ ઓપીડીમાં માત્ર વિદેશથી આવેલા લોકોને સીધા જ પહેલામાળે લિફ્ટમાં ઉપર લઇજવામાં આવે છે. આ ઉપરાંત સસ્પેકટેડ ઓપીડી વોર્ડ અને જનરલ ઓપોડી વોર્ડ પણ તૈયાર કરાયા છે. જેમાં જનરલ ઓપીડી વોર્ડ નં.1માં નિખિલભાઇને અનેવોર્ડ નં.2માં વિપુલભાઇને રાખવામાં આવ્યાં છે.

88નું મેડિકલ સ્ક્રીનિંગ, 3ના રિપોર્ટ પેન્ડિંગ
ગોત્રી હોસ્પિટલ ખાતેની ફ્લુ ઓપીડીમાં 19નું અને સયાજી હોસ્પિટલ ખાતે 69 લોકોનું સ્ક્રિનિંગ કરાયું હતું. હવે કુલ ત્રણ વરિપોર્ટ પેન્ડિંગ છે. જેમાં વાઘોડિયારોડની 85 વર્ષની વૃદ્ધા, ભરૂચની 20 વર્ષની યુવતી અને સુભાનપુરાના 65 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. વૃદ્ધા સાઉથ ઇન્ડિયા રામેશ્વરમ ટુર પર ગયા હતા,પરત આવ્યા બાદ બે દિવસ પહેલા તબિયત કથળતા આઇસોલેશન વોર્ડમાં લવાયા હતા.

નર્સિંગ સ્ટાફ બાળકોને ગામડે મૂકી આવ્યો
ગોત્રી કોરોના વોર્ડમાં કામ કરતો નર્સિંગ સ્ટાફ પોતાના બાળકોને કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના તમામ બાળકોને ગામડે મૂકી આવ્યો છે. આ ઉપરાંતવૃદ્ધને પણ બહારગામ સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત આઇસોલેશન ફેસિલિટીમાં જ ત્રણ આઇસોલેશન આઇસીયુ તૈયાર કરવામાં આવ્યાં છે.ગોત્રી હોસ્પિટલના એએનએસ વર્ષાબેન રાજપૂત આઠ દિવસ બાદ નડિયાદ પોતાના ઘરે પરત ફર્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, હવે તૈયારીઓ સંતોષકારકથયેલી જણાતા હું રવિવારે ઘરે આવી છું. જોકે સોમવારથી ફરી ફરજ પર હાજર થઇ જઇશ.

9 પોલીસ લાઇનમાં સેનેટાઇઝેશન કરાયું
શહેર પોલીસના પોલીસ કર્મીઓ કોરોનાનું સંક્રમણ અટકાવવા રસ્તા પર છે ત્યારે તેમના પરિવારોને પણ સંક્રમણથી અટકાવાના પ્રયાસો શરુ કરાયા છે. શહેરનાઅલગ અલગ વિસ્તારમાં આવેલી 9 પોલીસ લાઇનમાં પણ પોલીસ વિભાગ દ્વારા જ સેનેટાઇજેશનની કામગિરી શરુ કરાઇ છે અને હવે આ કામગિરી પુર્ણતાનાઆરે છે. શહેરની 9 પોલીસ લાઇનમાં અંદાજે 3 હજાર લોકો વસવાટ કરી રહ્યા છે. પોલીસ લાઇનની સાથે સાથે શહેરના તમામ 21 પોલીસ સ્ટેશન અને બ્રાન્ચોમાંપણ સેનેટાઇજેશનની કામગિરી પુર્ણ કરી દેવાઇ છે. પોલીસ કર્મચારીઓને માસ્ક અને સેનેટાઇઝર અપાયા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર