Home Gujarati મોરોક્કોના રાજાની 36 લક્ઝરી ઘડિયાળ ચોરનાર સફાઈ કર્મચારીને 15 વર્ષની જેલ થઈ

મોરોક્કોના રાજાની 36 લક્ઝરી ઘડિયાળ ચોરનાર સફાઈ કર્મચારીને 15 વર્ષની જેલ થઈ

132
0

રબાત: દક્ષિણ આફ્રિકાના મોરોક્કો દેશના 56 વર્ષીય રાજા મોહમ્મદ VIની સફાઈકર્મચારીએ 36 લક્ઝરી ઘડિયાળની ચોરી કરી છે, જે બદલ તેને 15 વર્ષની જેલ થઈ છે. આ દરેક ઘડિયાળની કિંમત આશરે 14 લાખ રૂપિયા હતી. જો કે, મહિલા કર્મચારીના નામનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. મહિલાની સાથોસાથ આ ઘડિયાળ ખરીદનાર સોની અને વેપારી સહિત 14 પુરુષોને 4 વર્ષની જેલની સજા થઈ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, આરોપી મહિલાએ મોટાભાગની વોચને પીગળાવીને તેમાંથી કિંમતી રત્નો કઢાવી લીધા અને તેને વેચીને ઘણા પૈસા ભેગા કરી લીધા હતા.

ચોરીના રૂપિયે ખરીદી કરી
આરોપી મહિલાએ કબૂલ્યું છે કે, મેં ચોરી કરવા માટે એક ગેંગ બનાવી હતી. ચોરીના રૂપિયામાંથી 11 લાખ રૂપિયામી ગોલ્ફ કાર્સ પણ ખરીદી અને મારી બહેનને નામે ફ્લેટ પણ બુક કરાવ્યો છે. આ ફ્લેટની કિંમત 18 લાખ રૂપિયાથી વધારે છે.

મોરોક્કોના રાજા મોહમ્મદને મોંઘી ઘડિયાળ પહેરવાનો, પેન્ટિંગ ખરીદવાનો અને નવી કારમાં ફરવાનો શોખ છે. સપ્ટેમ્બર 2018ના રોજ તેમનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો, જેમાં તેમણે પટેક ફિલિપની 8.5 કરોડ રૂપિયાની ઘડિયાળ પહેરી હતી.

56 વર્ષીય રાજાનું વર્ષ 2014માં ફોર્બ્સ મેગેઝીન લિસ્ટમાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું નામ હતું. તે સમયે તેમની સંપત્તિ 2.5 બિલિયન ડોલર હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Fifteen on trial for stealing Moroccan king’s watches, jewellery