Home Gujarati મુંબઈમાં વેલ્સન ઈન્ડિયા કંપનીનાં સીઈઓ દિપાલી ગોએન્કાએ ઓફિસ સ્ટાફ સાથે બોલિવૂડ સોન્ગ...

મુંબઈમાં વેલ્સન ઈન્ડિયા કંપનીનાં સીઈઓ દિપાલી ગોએન્કાએ ઓફિસ સ્ટાફ સાથે બોલિવૂડ સોન્ગ પર ડાન્સ કર્યો

111
0

મુંબઈ: વેલસ્પન ઇન્ડિયા કંપનીનાં સીઈઓ અને જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર દિપાલી ગોએન્કાનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ વાઇરલ થઈ રહ્યો છે. દિપાલીએ ઓફિસમાં કર્મચારી સાથે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ ફિલ્મના ‘મુકાબલા’ સોન્ગ પર ડાન્સ કર્યો. 45 સેકન્ડના ડાન્સ વીડિયોમાં તેમની સાથે કર્મચારીઓ પણ ઝૂમતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર કમેન્ટ કરી રહ્યા છે. માત્ર સોશિયલ મીડિયા જ નહીં પણ કોર્પોરેટ વર્લ્ડના લીડર પણ તેમના વખાણ કરી રહ્યા છે.

આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોએન્કાએ પણ તેમના વખાણ કરીને લખ્યું કે, ઓફિસમાં સીઈઓનો ડાન્સ ભાગ્યે જ જોવા મળે છે. દિપાલીએ આ વીડિયોને રિટ્વીટ કરીને હર્ષ ગોએન્કાનોએ આભાર માન્યો. ટ્વિટર પર આ વીડિયોને અત્યાર સુધી 4 લાખથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વેલ્સન ઈન્ડિયા કંપનીનાં સીઈઓ દિપાલી ગોએન્કા


વેલ્સન ઈન્ડિયા કંપનીનાં સીઈઓ દિપાલી ગોએન્કા