Home Gujarati માલિકની સાથે કૂતરાએ 2300 ફુટ ઉંચાઈ પરથી 41મી વખત છલાંગ લગાવી, પેરાશૂટથી...

માલિકની સાથે કૂતરાએ 2300 ફુટ ઉંચાઈ પરથી 41મી વખત છલાંગ લગાવી, પેરાશૂટથી સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું

86
0

લોટરબ્રુનન. સ્વિટ્ઝર્લેન્ડના લોટરબ્રુનન વેલી સ્થિત 2300 ફૂટ ઉંચા શીખર પરથી કૂતરો અને તેનો માલિક સાથે છલાંગ લગાવતો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 6 વર્ષના કોલી કાજુજા જાતિના કુતરાના 38 વર્ષના માલિક બ્રુનો વેલેન્ટની સાથે આ 41મી છલાંગ હતી. બંનેએ પેરાશૂટની મદદથી સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતુ.

આ વીડિયોને શૂટ કરી રહેલા વેલેન્ટના મિત્ર અને નોર્વેના એથલીટ જોક સોમરે ડોગને વિશ્વનું સૌથી નસીબદાર પેટ ગણાવ્યું હતું. તેમણે જાણકારી આપતા જણાવ્યું કે, ડોગ સતત જમ્પિંગમાં ભાગ લઈ રહ્યો છે. તેથી તે ઉંચાઈથી ડરવાની જગ્યાએ તે એન્જોય કરે છે.

એક મીડિયા ન્યૂઝ વેબસાઈટ અનુસાર, ‘લોટરબ્રુનન ક્લિફમાં 4 ઓજેક્ટ બિલ્ડિંગ, એન્ટીના, સ્પેન અને અર્થ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાથી કોઈ એકમાંથી જમ્પ લગાવી શકાય છે.’કૂતરાના માલિકના જણાવ્યા પ્રમાણે, જ્યારે મારે કાજુજા સાથે સમય પસાર કરવાનો હોય છે, ત્યારે હું બેસ જમ્પિંગ કરું છું.

વેલેન્ટના જણાવ્યા પ્રમાણે, ‘ઘણી વખત હું એ ડરથી બેસ જમ્પ નથી કરી શકતો કે ડોગની સંભાળ રાખવાળું કોઈ નથી. એક વખત હું તેને પોતાની સાથે ઉંચાઈ પર લઈ ગયો. હું જોવા માગતો હતો કે, ડોગ બેસ જમ્પિંગ માટે કેટલો તૈયાર છું. . મેં જોયું, તે તૈયાર હતો. આ પછી, અમે એક સાથે કૂદકો લગાવ્યો. આ અગાઉ અમે 40 જમ્પ લગાવી ચૂક્યા છીએ.’

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


The dog jumps from the 2300ft high peak with the owner for the 41st time, successfully landing with a parachute