Home Gujarati માદા જિરાફને બેભાન કરીને તેનાં ગળામાં ફસાયેલું ટાયર કાઢ્યું

માદા જિરાફને બેભાન કરીને તેનાં ગળામાં ફસાયેલું ટાયર કાઢ્યું

92
0

કેન્યા: થોડા સમય પહેલાં મગરના ગળામાં ટાયર ફસાયું હોવાના સમાચાર સામે આવ્યા હતા, કેન્યામાં પણ આવો જ કેસ સામે આવ્યો છે, પણ અહીં મગરને બદલે ટાયર માદા જિરાફના ગળામાં ફસાઈ ગયું હતું. આ કેસ કેન્યાના મોમ્બાસાના હોલર પાર્કનો છે.

છેલ્લા ઘણા સમયથી આ ટાયર તેના ગળામાં ફસાયેલું હોવાથી તેને ઈજા પણ થઈ હતી. શેલ્ડ્રિક વાઈલ્ડલાઈફના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રોબ બ્રેન્ડફોર્ડે જણાવ્યું કે, અમે અત્યાર સુધી 95 જેટલા જિરાફની ગંભીર સારવાર સારવાર કરી ચૂક્યા છે, પણ જિરાફના ગળામાં ટાયર ફસાયેલું અમે પહેલી વાર જોયું હતું.

આ ટાયર તેના ગળામાં કેવી રીતે આવ્યું તે અમને ખબર નથી, પણ અમે સફળતા પૂર્વક ટાયર કાઢી દીધું છે. જિરાફને અમે એનેસ્થેશિયા આપ્યું હતું, તે બેભાન થયા બાદ અમે સાવચેતીપૂર્વક તેના ગળામાંથી ટાયર કાઢી દીધું હતું. જિરાફની ઈજાને સાફ કરીને તેની પર એન્ટિબાયોટિક દવા છાંટીને તેને જંગલમાં છોડી દીધું હતું. ફરીવાર તે આવા સંકટમાં ન ફસાય તેવી અમે પ્રાર્થના કરીશું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Giraffe Rescued After She Somehow Gets Tyre Stuck On Her Neck


Giraffe Rescued After She Somehow Gets Tyre Stuck On Her Neck


Giraffe Rescued After She Somehow Gets Tyre Stuck On Her Neck


Giraffe Rescued After She Somehow Gets Tyre Stuck On Her Neck