Home Gujarati ભેસ્તાન રેલવે ફાટક નજીક ફાયર ફાયટર અને બાઈવ વચ્ચે એક્સિડન્ટમાં એકનું મોત

ભેસ્તાન રેલવે ફાટક નજીક ફાયર ફાયટર અને બાઈવ વચ્ચે એક્સિડન્ટમાં એકનું મોત

91
0

હાલ લોકડાઉનની સ્થિતિ છે. રસ્તા પર વાહનોની અવરજવર ઈમર્જન્સી સિવાય બંધ છે તેમ છતાં એક્સિડન્ટની ઘટનાઓ સામે આવે છે. ભેસ્તાન રેલવે ફાયક નજીક ફાયર ફાયટર અને બાઈક વચ્ચે એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

અનાજ લેવા જતા એક્સિડન્ટ નડ્યો

ભેસ્તાન આવાસમાં રહેતા સલમાન શેખનો દીકરો સલમાન (ઉ.વ.આ.20)ના નાનાભાઈ સાથે કરિયાણાની દુકાન પર બાઈક લઈને અનાજ લેવા નીકળ્યો હતો. આ દરમિયાન તેનું બાઈક ફાયર ફાયટર સાથે અથડાયું હતું. જેથી ઘટના સ્થળે જ સલમાનનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિની ઈજાઓ પહોંચી હતી. મોઇન પિતા સાથે લગ્ન ના મંડપ અને વાસણો ભાડે આપવાના વ્યવસાયમાં હતાં. અકસ્માત બાદ પરિવાર ને જાણ થઈ તો દોડતું થયું હતું.સલમાન શેખના 3 સંતાનોમાંથી એકનુ મોત થયુ અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં પરિવાર શોકમાં ગ્રસ્ત થયું છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પાલિકાના ફાયર બ્રિગેડના ફાયટર સાથે બાઈક અથડાતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.