Home Gujarati બ્રિટનમાં છેલ્લા 42 વર્ષથી 70 વર્ષીય વ્યક્તિ રોજ લોકલ છાપાને સમાચાર લખીને...

બ્રિટનમાં છેલ્લા 42 વર્ષથી 70 વર્ષીય વ્યક્તિ રોજ લોકલ છાપાને સમાચાર લખીને મોકલે છે

99
0

લિવરપૂલ: બ્રિટનમાં લિવરપૂલ શહેરમાં રહેતા 70 વર્ષીય બર્ની કેરોલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. તેઓ છેલ્લા 42 વર્ષથી લિવરપૂલ ઈકો ન્યૂઝ પેપરને રોજ સમાચાર લખેલા પત્રો મોકલે છે. તેમના લેટરમાં મોટાભાગની ફરિયાદો જ હોય છે. તેઓ 250 શબ્દોના લેટરમાં સ્થાનિક પ્રશાસનને ફરિયાદ કરે છે. બર્નીએ વર્ષ 1978માં પ્રથમ લેટર લખ્યો હતો, તે સમયથી લઈને આજ સુધી તેમને ફરિયાદો લખવાનું બંધ કર્યું નથી. લિવરપૂલ ઈકો ન્યૂઝપેપર પર તેમની આ મહેનતને વ્યર્થ જવા દેતું નથી. તેમના 3-4 લેટર દર અઠવાડિયે છાપામાં પબ્લિશ થાય છે. તેઓ પત્રમાં ફરિયાદ, સલાહ અને ઓફર જેવા ટોપિક પર લખે છે. હાલમાં પાર્કમાં ફેલાયેલી ગંદકી અને રેલિંગને લઈને તેમણેલખેલી ફરિયાદ ન્યૂઝ પેપરમાં પબ્લિશ થઈ છે.

બર્ની પોતાનો ગુસ્સો લખાણમાં દેખાડે છે
બર્નીએ દાવો કર્યો છે કે, ઓપિનિયન આપવા મામલે હું બ્રિટનનો સૌથી વધારે ઉંમરલાયક વ્યક્તિ છું. ભલે લોકો તેની વેલ્યુ કરે કે ન કરે, પણ હું મારું આ કામ ક્યારેય નહીં છોડું. લખવાથી મારું લખાણ સારું બની ગયું છે. મેં ગણી વખત મારું લખાણ બંધ કરવાનું વિચાર્યું પણ આ લખાણથી જ હું મારું ફ્રસ્ટેશન અને ગુસ્સો દૂર કરું છું. મારો ગુસ્સો મારા લખાણમાં સ્પષ્ટ દેખાય છે.

પત્ની અને સમાચાર જ તેમની જિંદગી છે
બર્ની જેટલા સમયથી પત્ની સાથે છે, તેટલા જ સમયથી લેટર લખે છે. બર્ની હાલ તેમની પત્ની સાથે રહે છે, તેમને કોઈ સંતાન નથી આથી તેઓ દિવસનો મોટા ભાગનો સમય સમાચાર પાછળ જ વિતાવે છે. તેઓ મજાકમાં કહે છે કે, સમાચારને લીધે મારા લગ્ન હજુ સુધી ટક્યા છે. હું પત્રો લખવામાં વ્યસ્ત હોવાથ પત્ની સાથે ઝઘડતો પણ નથી. મારી જિંદગી સમાચાર લખવામાં અને પત્નીની આજુબાજુ જ ફરે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


UK’s Most Opinionated Man Has Been Sending Angry Letters to Newspaper Every Day Since 1978


UK’s Most Opinionated Man Has Been Sending Angry Letters to Newspaper Every Day Since 1978


UK’s Most Opinionated Man Has Been Sending Angry Letters to Newspaper Every Day Since 1978


UK’s Most Opinionated Man Has Been Sending Angry Letters to Newspaper Every Day Since 1978