Home Gujarati બાઇક લઇને નીકળનારાઓ માટે યુવાન ગુસ્સે થયો, વીડિયો બનાવી કહ્યું દુનિયાને મારવા...

બાઇક લઇને નીકળનારાઓ માટે યુવાન ગુસ્સે થયો, વીડિયો બનાવી કહ્યું દુનિયાને મારવા બીજું કોઇ નહીં પણ તમે જ ખતમ કરવા નીકળ્યાં છો

94
0

રાજકોટ: રાજકોટના એક યુવાને સોશિયલ મીડિયામાં ગુસ્સે થઇને વીડિયો વાઇરલ કર્યો છે. જેમાં તે બોલે છે કે, મારૂ નામ શીરાજકાસમભાઇ જુણેજા રાજકોટથી બોલુ છું. લોકો પોલીસની સામે થવા લાગી છે, પોલીસનો દબદબો ચાલતો નથી તેનું કારણ રાજકારણીઓ હોય છે. ક્યાંકને ક્યાંક ભાજપ કે કોંગ્રેસના રાજકારણીઓ હોય છે એટલે પોલીસને સસ્પેન્ડ કરી દેવાના. 144ની કલમની ખબર નથી પડતી અને બહાર નીકળી પડે છે. આ વસ્તુને સમજો નહીંતર ભરડો લઇ લેશે બધાનો. આ અજગરથી પણ વધારે વિચિત્ર વસ્તુ છે. આ ઢોલ વગાડીને ભાગને કોરો ભાગ એ નછી આ. આ કોરોનો વાઇરસ છે ઢોલ વગાડીને નહીં જાય આ. આમા સાથ સહકાર દ્યો પોલીસનો, ડોક્ટરનો બધાનો. તમે બચો અને તમારા ઘરનાને બચાવો. ગાંડા જેવાવ તમારે હિસાબે બહારના લોકો હસે છે. કોરોનાને થાળી વગાડીને ભગાડી ન શકીએ. તમારો ઘરસંસાર બચાવો, આનો મજાક ન સમજો તમે. કારણ વગરના મોટરસાઇકલ લઇને શું કામ નીકળો છો. બહું ઇમરજન્સી કામ હોય તો પતાવીને ઘર ભેગા થઇ જાવ. ઢગલા લાગી ગયા બહારના દેશોમાં. હું નથી ઇચ્છતો, હું પણ કોઇના બાપથી નથી બીતો પણ તમારા ઘરના લોકોનું ધ્યાન રાખો. આ જ વસ્તુ લઇને ઘરે જાશો અને આ જ વસ્તુ તમારા બાળકોને થશે ને તો હોસ્પિટલે દોડવું પડશે. પછી રોતા પણ નહીં આવડે. તમે લોકો માણસ થાવ, હેવાન ન થાવ. આ દુનિયાને મારવા બીજું કોઇ તૈયાર નથી થયું પણ તમે જ ખતમ કરવા નીકળ્યા છો.

રાજકારણીઓએ આવો વીલ પાવર ન ચલાવવો જોઇએ
ચિરાગભાઇ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લોકો પોલીસને જવાબ નથી દેતા. મોટરસાઇકલવાળા આ ગલીમાંથી બીજી ગલીમાં જતા રહે છે. યુવાનો બાઇક પર જતા નીકળે છે તે હું જોવ છું . આ મેસેજ મારો એના માટે છે. સહાય કરો, પોલીસને મદદ કરો આમાં. હું એક રાજકારણી બોલ્યો છું તેમાં એવું છે કે સુરતમાં કોઇ રાજકારણીએ પોલીસને સસ્પેન્ડ કરી નાખ્યો. રાજકારણીઓએ પોલીસનો સપોર્ટ કરવો જોઇએ એને બદલે રાજકારણીઓ પોતાનો હુકમ ચલાવે છે. રાજકારણીઓએ આવો વીલ પાવર ન ચલાવવો જોઇએ અને તેને સસ્પેન્ડ શું કામ કરી નાખ્યો. નવું નવું હતું ત્યારે મેં આ વીડિયો બે દિવસ પહેલા મુક્યો છે. પોલીસ કે ડોક્ટર માથે કોઇ આંગળી કરે ને તેને માટે તો તકલીફ છે આ બહુ મોટી. એ જ અત્યારે ભગવાન છે. તે લોકો પોતાની ફરજ પાળે છે. આ લોકોને કોઇ હેરાન કરેને તો આપણા છોકરાને કોઇ થપ્પડ મારીને જતું રહે તેવું લાગે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજકોટના યુવાને આક્રોશ સાથે બાઇક લઇને નિકળનારાનો ચેતવ્યા