Home Gujarati પહેલી વાર IVF ટેક્નિકથી ચિત્તાનાં બે બચ્ચાંનો જન્મ થયો

પહેલી વાર IVF ટેક્નિકથી ચિત્તાનાં બે બચ્ચાંનો જન્મ થયો

106
0


પોવેલ (ઓહિયો): વિશ્વમાં પહેલી વાર ‘ઇન-વિટ્રો’ ટેક્નિકથી ચિત્તાના બે બચ્ચાનો જન્મ થયો છે. 6 વર્ષીય કિબિબી નામની માદા ચિત્તો તેમની જૈવિક માતા છે. કિબિબી તેના જીવનકાળમાં ક્યારેય મા નથી બની શકી. તેથી કિબિબીના અંડાણુ તથા એક નર ચિત્તાના શુક્રાણુ લઇને તેમને કોલંબસ ઝૂ લેબોરેટરીમાં 19 નવેમ્બરે થીજાવાયા હતા. આ ભ્રૂણ 21 નવેમ્બરે ઇજ્જી નામની 3 વર્ષીય માદા ચિત્તામાં પ્રત્યારોપિત કરાયું. એક મહિના પછી 23 ડિસેમ્બરે અલ્ટ્રાસાઉન્ડ તપાસથી માલૂમ પડ્યું કે ઇજ્જી ગર્ભવતી છે. 3 મહિના પછી ઇજ્જીએ ગયા બુધવારે એક નર અને એક માદા બચ્ચાને જન્મ આપ્યો. ઝૂએ સોમવારે તેની જાહેરાત કરી. ડૉ. રૈન્ડી જંગના કહેવા મુજબ, વિજ્ઞાનીઓએ આ પ્રક્રિયાનો પ્રયાસ કર્યો હોય તેવું આ ત્રીજી વખત બન્યું હતું. જોકે, સફળ પ્રયાસ આ પહેલો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Two cheetah cubs born with first in vitro technology in the world