Home Gujarati જાહેરનામાનો ભંગ કરનાર 8 વેપારીની ધરપકડ કરાઇ

જાહેરનામાનો ભંગ કરનાર 8 વેપારીની ધરપકડ કરાઇ

94
0

કોરોનાને પગલે શહેરમાં લોક ડાઉન હોય તેના પાલન માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. સૌરભ પારઘી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે તેના પાલન માટે રેન્જ ડીઆઇજી મનીન્દર પ્રતાપસિંહ પવાર, એસપી સૌરભ સિંઘની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં શહેરમાં વિવિધ ટીમો બનાવી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન મધુરમ વિસ્તારમાં સી ડિવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી. જી. બડવા અને સ્ટાફે ચેકીંગ કર્યું હતું. ચેકીંગમાં કેટલાક વેપારી સોશ્યલ ડિસ્ટન્સ ન રાખી જાહેરનામાનો ભંગ કરતા હોવાનું માલુમ પડતા આવા 8 વેપારીની ધરપકડ કરી હતી. જ્યારે બી ડિવીઝન પોલીસે પણ 3 વેપારીની ધરપકડ કરી જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કર્યો છે.

મોર્નિંગ વોકમાં નિકળેલા 40ની ધરપકડ
જૂનાગઢમાં લોકડાઉનનાં પગલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 4 થી વધુ વ્યકિતએ એકઠા ન થવા તેમજ કામ સિવાય બહાર ન નિકળવા જણાવાયું છે. દરમિયાન ઝાંઝરડા રોડ વિસ્તારમાં 40 થી વધુ લોકો મોર્નિંગ વોક માટે નિકળ્યાં હોય તેની પોલીસે ધરપકડ કરી જાહેરનામાં ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. જયારે મોઢા પર માસ્ક પહેર્યા વિના બહાર નિકળનાર 32 લોકોને સુખનાથ ચોક, મોટી શાકમાર્કેટ ખાતેથી ઝડપી લઇ તેમની સામે જાહેરનામા ભંગ બદલ તેમજ અન્ય લોકોનાં સ્વાસ્થ્યને જોખમમાં મુકવા અંગેનાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું એલસીબી પીઆઇ રાજેશ કાનમીયાએ જણાવ્યું હતું.

પરવાનગી લીધા વગર અમદાવાદથી જૂનાગઢ આવેલ યુવાન સામે ફરિયાદ
કોરોના વાઇરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું છે. ઘરની બહાર નીકળતા લોકો પર કાર્યવાહી થઈ રહી છે. ત્યારે જાણ કર્યા વગર અન્ય ગામ કે શહેરમાં પ્રવેશ કરનાર સામે ફરિયાદ નોંધાઈ રહી છે.

ખોટા બહાના બતાવી બહાર નિકળનાર સામે એન્ટિ સોશ્યલ એકટ મુજબ કાર્યવાહી : એસપી
હાલ કોરોનાના કારણે લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ કરવા સાથે જાહેરનામું, 144 મી કલમ લગાડવામાં આવી છે જેમાં લોકોનો સારો સહકાર મળ્યો છે. જોકે, તેમ છત્તાં કેટલાય લોકો ખોટા બહાના બતાવીને ઘરેથી બહાર નિકળે છે. ત્યારે જૂનાગઢના એસપી સૌરભ સિંઘે જણાવ્યું છે કે, ખોટા બહાના બતાવી બહાર નિકળી સરકારની અને જિલ્લા વહિવટી તંત્રની ગાઇડ લાઇન્સનો ભંગ કરનાર સામે એન્ટિ સોશ્યલ એક્ટિવીટીની કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ઘરમાં જ રહો અને સુરક્ષિત રહોનો સંદેશ એસપી સૌરભ સિંઘે આપ્યો છે.

ગલીમાં બેસતા, ક્રિકેટ રમતા લોકોની જાણ કન્ટ્રોલ રૂમમાં કરો
લોક ડાઉનનું ચુસ્ત રીતે પાલન થાય તે માટે પોલીસ તંત્રએ સોશ્યલ મિડીયાનો સહારો લીધો છે. જૂનાગઢ જિલ્લા પોલીસે જણાવ્યું છે કે, જો કોઇ લોકો શેરીમાં, ગલ્લીમાં બેસતા હોય કે ક્રિકેટ રમતા હોય તો તેનાથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી તેમજ જાહેરનામાનો પણ ભંગ થાય છે. ત્યારે આવા દ્રશ્યો નજરે પડે તો તેવા લોકોના ફોટા પાડી, લોકેશન વગેરેની વિગત જિલ્લા પોલીસ કન્ટ્રોલ રૂમના વોટ્સએપ નંબર 9512211100 ઉપર જાણ કરવા જનતાને અપીલ કરાઇ છે. આવી વિગત આપનારની જાણકારી ગુપ્ત રાખવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


8 traders arrested for breach of advertisement