Home Gujarati ચીને 10 દિવસમાં 1000 બેડવાળી ઇમર્જન્સી હોસ્પિટલ બનાવી, 1400 લોકોનો સ્ટાફ ખડેપગે...

ચીને 10 દિવસમાં 1000 બેડવાળી ઇમર્જન્સી હોસ્પિટલ બનાવી, 1400 લોકોનો સ્ટાફ ખડેપગે દર્દીઓની સારવાર કરવા તૈયાર

115
0

વુહાન: ચીનમાં કોરોના વાઈરસને લઈને પરિસ્થિતિ બગડી રહી છે. કોરોના વાઈરસનું સોલ્યુશન લાવવા માટે સરકારે વુહાનમાં માત્ર 10 દિવસમાં 1000 બેડવાળી હોસ્પિટલ બનાવી છે. રવિવારે આ હોસ્પિટલનું સંપૂર્ણ કામ પૂરું થઈ ગયું છે. સોમવારથી અહીં કોરોના વાઈરસના દર્દીઓને લાવવાનું શરૂ કરી દીધું હતું. આ હોસ્પિટલ આશરે 2 લાખ 69 હજાર વર્ગફુટમાં બનાવી છે. ચીનમાં અત્યાર સુધી જોખમી કોરોના વાઈરસથી 361 લોકો મૃત્યુ પામ્યા છે.

દેશભરમાંથી એન્જિનિયરને બોલાવાયા
વુહાનમાં સરકારે હોસ્પિટલનું કામ 24 ફેબ્રુઆરીથી શરૂ કર્યું હતું, કારણકે કોરોના વાઈરસથી સુધી વધારે આ શહેર પ્રભાવિત છે. હોસ્પિટલના નિર્માણમાં વધારે સમય ન વેડફાય એટલે આખા દેશમાંથી એન્જિનિયર લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દર્દીઓ માટે આધુનિક ઉપકરણોની સુવિધા કરવામાં આવી છે. તેમાના ઘણા ઉપકરણો બહારથી ઓર્ડર કર્યા છે.આ માટે સીધી ફેક્ટરીઓ અને બીજા શહેરની હોસ્પિટલનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

કોરોના વાઈરસના ડરને લીધે 1 કરોડ ઘર બંધ છે
વુહાન શહેરમાં બનેલી હોસ્પિટલનું મેનેજમેન્ટ દેશની આર્મીના હાથમાં છે. પીપલ્સ લિબરેશન આર્મીના આશરે 1400 મિલિટરી મેડિકોઝને લાવવામાં આવ્યા છે. હાલ વુહાન શહેરમાં આશરે 1 કરોડથી પણ વધારે ઘર બંધ છે. તો બીજી તરફ ઝડપથી ફેલાયેલા કોરોના વાઈરસના 14 હજાર કેસ સામે આવી ચૂક્યા છે.

ચીને સાર્સ વાઈરસ સમયે 7 દિવસમાં હોસ્પિટલ બનાવી હતી
ચીનમાં સાર્સ વાઈરસ વર્ષ 2002-2003માં ચીન અને હોંગકોંગમાં ફેલાયો હતો, આ વાઈરસ 650 લોકોને ભરખી ગયો હતો. તે સમયે બેઇજિંગમાં 6 એકરમાં માત્ર 7 દિવસમાં હોસ્પિટલ બનાવવામાં આવી હતી. તેમાં 1000 બેડની વ્યવસ્થા હતી આ હોસ્પિટલ બનાવવામાં આશરે 7 હજાર બિલ્ડરે મદદ કરી હતી.

કોરોના વાઈરસનો પ્રથમ કેસ વુહાન શહેરમાં 31 ડિસેમ્બરે સામે આવ્યો હતો. ગુરુવારે સવારે વુહાનથી બહાર જનારી દરેક ટ્રેન અને ફ્લાઈટને રદ્દ કરવામાં આવી હતી. ચીનના અધિકારીઓએ દેશવાસીઓને કોઈ અગત્યના કારણ વગર ઘરની બહાર નીકળવાની પણ ચોખ્ખી ના પાડી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


China just completed work on the emergency hospital it set up to tackle the Wuhan coronavirus