Home Gujarati ચાલુ બાઈક પર સ્નાન કરતા બે મિત્રોને પોલીસે 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો

ચાલુ બાઈક પર સ્નાન કરતા બે મિત્રોને પોલીસે 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો

123
0

વિયેતનામ: સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલાં બાઈક પર બે મિત્રોના સ્નાનનો વીડિયો વાઈરલ થયો હતો. આ બંને મહાશયને બાઈક ચલાવતી વખતે આ પરાક્રમ કરવું ભારે પડ્યું છે. પોલીસે તેમને 5000 હાજર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ બંને ભાઈ શર્ટ વગર બાઈક પર બેઠા હતા અને તેમની વચ્ચે પાણીની ડોલ ભરેલી મૂકેલી હતી, પાછળ બેઠેલો વ્યક્તિ પોતાની અને બાઈક ચલાવનાર પર પાણી નાખતો હતો. ઘણી મિનિટ સુધી તેમનો બાઈક પર નાહવાનો કાર્યક્રમ ચાલુ રહ્યો હતો. સોશિયલ મીડિયામાં યુઝર્સે વીડિયો પર નારાજગી વ્યક્ત કરી હતી. યુઝરે બાઈક પર નાહવું જોખમી ગણાવ્યું હતું.

પોલીસના ધ્યાનમાં આ વીડિયો આવતા તેમણે ફૂટેજની મદદથી બાઈકનો નંબર શોધીને બાઈકચાલક અને તેના મિત્ર પર દંડ ફટકાર્યો છે. 5000 રૂપિયાના દંડ સાથે ફરીથી આવું પરાક્રમ ન કરવાની પોલીસે ધમકી આપી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Vietnamese police fine men filmed showering while riding motorbike