Home Gujarati ચલામાં પણ શાકભાજી માર્કેટની વ્યવસ્થા ગોઠ‌વાઇ

ચલામાં પણ શાકભાજી માર્કેટની વ્યવસ્થા ગોઠ‌વાઇ

79
0



વાપી પાલિકાએ શાકભાજી માર્કેટને કુમારશાળા ખસેડી છે. વધારે ભીડ ન થાય તે માટે પાલિકાએ ચલા મુકતાનંદ માર્ગ પર શાકભાજી અને ફ્રુટ માર્કેટની વ્યવસ્થા ગોઠવી છે. જેથી કરીને વાપી કુમારશાળામાં વધારે લોકોનો ઘસારો ન થઇ શકે. બીજી તરફ સોસિયલ મિડિયામાં શાકભાજી માર્કેટ બંધ થવા અંગે ખોટા મેસેજ વાઇરલ થઇ રહ્યાં છે.

વાપી પાલિકાએ કોરોના વાઇરસને અટકાવવા અનેક પ્રયાસો કર્યા છે. સૌથી વધારે શાકભાજી લેવા આવતાં લોકો વધારે ભીડ ન કરે તે માટે શાકભાજી માર્કેટને કુમારશાળાના ગ્રાઉન્ડમાં ખસેડવામાં આવી છે. જયાં એક મીટરના અંતરે ગ્રાહકો ઊભા રહી શકે તેવી વ્યવસ્થા કરી છે, પરંતુ કેટલાક વેપારીઓ તેનુ પાલન કરતાં નથી. જયારે ચલાના લોકો વાપી બજાર સુધી શાકભાજી લેવા ન આવે તે માટે મુકતાનંદ માર્ગ પર જ શાકભાજી અને ફુટ માર્કેટની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો વધારે એકત્ર ન થાય તે માટે પાલિકાએ આ વ્યવસ્થા ગોઠવી છે.સેનેટરી ઇન્સ્પેકટર ચેતન પરમારે જણાવ્યુ હતુ કે શાકભાજી માર્કેટ બંધ રહેવાની ખોટી અફવા ચાલી રહી છે. ચલામાં રહેતા લોકોની સરળતા માટે મુકતાનંદ માર્ગ પર શાકભાજી માર્કેટની વ્યવસ્થા ગોઠવી છે.

શાકભાજી માર્કેટ બંધ થવાની માત્ર અફવા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today