Home Gujarati કોરોના વાઈરસની બીકે દુલ્હા-દુલ્હને લાઈવ સ્ટ્રીમિંગની મદદથી મહેમાનો સામે લગ્ન કર્યાં

કોરોના વાઈરસની બીકે દુલ્હા-દુલ્હને લાઈવ સ્ટ્રીમિંગની મદદથી મહેમાનો સામે લગ્ન કર્યાં

111
0

સિંગાપોર: ચીનમાં ફેલાયેલો કોરોના વાઈરસ અટકવાનું નામ જ લઈ રહ્યો નથી. દિવસેને દિવસે મૃત્યુઆંકનો આંકડો વધી રહ્યો છે. કોરોના વાઈરસના ડરને કારણે સિંગાપોરમાં એક કપલે લાઈવ સ્ટ્રીમિંગની મદદથી મહેમાનોની સામે લગ્ન કર્યા હતા. આ કપલ થોડી અસમય પહેલાં વુહાન ગયું હતું, આ તે જ જગ્યા છે જ્યાં કોરોના વાઈરસ ફેલાવાનું શરુ થયું હતું. આ કપલના લગ્નમાં આવવા માટે મહેમાનો ડરતા હતા કે કદાચ તેમને પણ ચેપ ન લાગી જાય. આથી કપલે હોટલના રૂમમાં બેસીને લાઈવ સ્ટ્રીમિંગમાં મહેમાનો સામે લગ્ન કર્યા.

આ લગ્ન 2 ફેબ્રુઆરીએ થયા હતા, પણ તેમનો ફોટો ગાલ વાઈરલ થઈ રહ્યો છે. આ મિસ્ટર એન્ડ મિસિસ યૂ કપલને મહેમાનોએ આશીર્વાદ પણ આપ્યા. લાઈવ વીડિયો સ્ટ્રીમિંગ દરમિયાન કપલે અતિથિઓને કહ્યું કે, આ યાદગાર પળમાં સાથે ન રહેવા બદલ અમે માફી માગીએ છીએ, પણ અમે ખુશ છીએ કે તમે અહીં આવ્યા. લગ્નમાં હાજર મહેમાને કહ્યું કે, વરરાજાની માતાને મળવા આ કપલ વુહાન ગયું હતું. તેઓ પરત આવ્યા બાદ લોકોને શંકા હતી કે તેઓ કોરોના વાઈરસનો ભોગ તો નથી બન્યા ને !

મિસિસ એન્ડ મિસ્ટર યૂએ જણાવ્યું કે, ડોક્ટરે અમને વિહાનથી સિંગાપોર પરત આવ્યા પછી 14 દિવસ સુધી કોઈના સંપર્કમાં ન આવવા કહ્યું હતું, પરંતુ અમારા લગ્ન આ જ દિવસોમાં હતા. અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો આથી અને લાઈવ સ્ટ્રીમિંગનું વિચાર્યું. વેડિંગ વેન્યૂ પર આવેલા દરેક મહેમાનોનું સ્વાગત દુલ્હનની બહેને કર્યું હતું.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Fearing the coronavirus, the bride and groom performed wedding rituals in front of guests with live streaming