Home Gujarati કોરોના પર રીસર્ચ માટે નરસિંહ મહેતા યુનિવર્સિટી 2 લાખ આપશે

કોરોના પર રીસર્ચ માટે નરસિંહ મહેતા યુનિવર્સિટી 2 લાખ આપશે

83
0

કોરોના પર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.નો જે વિદ્યાર્થી સંશોધન કરવા માંગતો હોય તેને યુનિ. 2 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ આપશે એમ યુનિ.ના કુલપતિ ડો. ચેતન ત્રિવેદીએ જણાવ્યું છે.કોરોનાને નિયંત્રિત રાખવા પબ્લિક પ્રોટેક્શન, માસ સેનિટાઇઝેશન, એરિયા પર્સનલ પબ્લિક ટ્રાન્સપોર્ટ સેનિટાઇઝેશન જેવા વિષયો પર ઇનોવેટિવ રીસર્ચ માટે સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલીસી અંતર્ગત યુનિ. દ્વારા પ્રોજેક્ટ માટે રૂ. 2 લાખ સુધીની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરાઇ છે.

600 બેડની કામચલાઉ હોસ્પિટલ બનાવવાની તૈયારી

આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને મદદરૂપ થવા તેમજ પોલીસ સાથે તૈનાત થઇ રાષ્ટ્ર સેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવા યુનિ. સંલગ્ન કોલેજોના 180 સ્વયંસેવકો તૈયાર થયા હતા. જે હાલ વિવિધ જગ્યાએ ટ્રાફિક નિયમન, કીટ વિતરણ, કાઉન્સેલીંગ, ફૂડ પેકેટ બનાવવા જેવા સેવાકાર્યો કરે છે.આ સાથે યુનિ.ના કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ સિદ્ધાંત મુજબ કામ કરી રહ્યા છે. અને લોકોના માનસિક સ્વાસ્થ્ય માટે વિનામૂલ્યે હેલ્પલાઇન અને કાઉન્સેલીંગ સેન્ટર પણ કાર્યરત કરાયું છે.તો યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જરૂર પડ્યે 600 બેડની કામચલાઉ હોસ્પિટલ બનાવવાની તૈયારી પણ કુલપતિ કલેકટર સમક્ષ દાખવી ચુક્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Narsingh Mehta University will give 2 lakh for research on Corona