Home Gujarati કોરોના અસર: ATM માંથી પૈસા ન નીકળતા હાલાકી વધી

કોરોના અસર: ATM માંથી પૈસા ન નીકળતા હાલાકી વધી

88
0



શહેરના અડાજણ વિસ્તારના એલ.પી.સવાણી રોડ પર આવેલી બેન્કમાં યુગલ એટીએમમાં પૈસા લેવા જતાં પૈસા કપાયાનો સંદેશ આવ્યો અને પૈસા નહીં નીકળતા ફરિયાદ કરવા બેન્કમાં ગયા પણ પ્રવેશવા નહીં દેવાયા હતા. ત્યારબાદ લેખિતમાં ફરિયાદ આપતા લેવાઈ હતી. કોરોનાની અસરને કારણે બેન્કોમાં પણ લોકોને પ્રવેશવાની મુશ્કેલી સર્જાઈ રહી છે. જેમાં અડાજણના એલ.પી.સવાણીથી સ્ટારબજારના રોડ પર કોટક મહિન્દ્રા માં સેતુ ઉપાધ્યાય પત્ની સાથે એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. બેન્કના એટીએમમાં કાર્ડ નાંખ્યા બાદ પૈસા નહીં નીકળ્યા અને મોબાઈલ પર પૈસા કપાવાનો સંદેશ આવતા બેન્કમાં જઈને ફરિયાદ કરવા ગયા પણ વોચમેને પ્રવેશવા નહીં દીધા. પૈસા પરત આવી જશે એવો સધિયારો આપ્યો હતો. ત્યારબાદ તેમણે વોચમેનને રીક્વેસ્ટ કરી લેખિતમાં ફરિયાદ આપતા બેન્કે ફક્ત ફરિયાદ લીધી હતી.

જ્યારે તેની બાજુમાં જ આવેલી સ્ટેટ બેન્કમાં પણ ગ્રાહકોને પ્રવેશવા નથી દેવાતા. બેન્કની જાળીને લોક મારી વોચમેનને બેસાડાયો છે. તેમાં પહેલા બહાર મુકેલા સેનીટાઈઝરથી હાથ ધોવાના અને ગ્રાહકે ચેક આપવા કે લેવાના હોય તો વોચમેનને બહારથી આપી દેવાના. પૈસા લેવાના હોય તો અંદરથી લાવીને વોચમેન જાળીમાંથી જ આપી દે છે. જ્યારે પૈસા ભરવાના હોય તો સિક્કો મરાવી રસીદ આપી જાય છે.

એસબીઆઈના વડા અધિકારી જણાવે છે કે, તમામ મોટી બ્રાંચો પર સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી કાર્યપ્રણાલી નિયમિત પ્રમાણે ચાલે છે. એટીએમ પણ પૂરતી કેસ રિફિલ કરાય છે. તેમજ ચેક પણ રિસીવ કરવામાં આવે છે.

સ્ટેટબેન્ક અને કોટક મહિન્દ્રાના ખાતામાં આવું થાય છે

હું બેન્કમાં પૈસા ઉપાડવા ગયો હતો. પૈસા તો ન નીકળ્યા, પરંતુ મેસેજ આવી જતાં ગભરાયો હતો. કોટક મહિન્દ્રા અને સ્ટેટબેંકમાં પૈસા ઉપાડવામાં આવું થાય છે. આથી ફરિયાદ કરવા જતાં પહેલા પૈસા આવી જશે એવું કહ્યું, ત્યારબાદ લેખિતમાં આપતા ફરિયાદ લીધી હતી. > સેતુ ઉપાધ્યાય, ગ્રાહક

બેંક બહાર બેસાડેલો વોચમેન જ પૈસા લાવીને આપી છે

અડાજણમાં યુગલને ફરિયાદ માટે બેંકમાં પણ ન જવા દેવાયા

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Surat News – corona impact increased non payment of atms 070149