Home Gujarati કામ કરતા બહેનને ઘરમાલિકે 21 દિવસ પોતાના ઘરમાં રાખ્યા , પગાર એડવાન્સ...

કામ કરતા બહેનને ઘરમાલિકે 21 દિવસ પોતાના ઘરમાં રાખ્યા , પગાર એડવાન્સ આપ્યો, બહેને કહ્યું મારું રાજકોટમાં કોઈ નથી

82
0

રાજકોટ: દેશભરમાં કોરોના વાઇરસના કહેરને લઈને 21 દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બહારથી આવેલા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ કામ બંધ થતાં આવક બંધ છે, તો બીજી તરફ લોકડાઉનને કારણે પોતાના વતન સુધી પહોંચવું પણ મુશ્કેલ બની ગયું છે. પરંતુ આવા કપરા સમયમાં માનવતાની સરવાણી પણ ફૂટી રહી છે. આવી જ એક હકીકત સામે આવી છે. જેમાં ઓરિસ્સાથી આવેલા કામવાળા બહેન રીંકુબેનને વિનોદ સાહુ નામના એક સજ્જને 21 દિવસ માટે રહેવા-જમવાની સગવડ કરી આપી છે તેમજ એડવાન્સ પગાર પણ આપી દીધો છે. રીંકુબેને જણાવ્યું હતું કે, મને પરિવારની જેમ રાખે છે. જો મને પરિવારે ના પાડી હોત તો હું ક્યાં જાત, રોજે રોજ પગાર આવે તે ઓરિસ્સા મોકલાવી રહી છું.

શું કહે છે ઘરમાલિક

DivyaBhaskar સાથેની વાતચીતમાં વિનોદ સાહુએ કહ્યું હતું કે, હાલ દેશ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જેને પગલે કેન્દ્ર સરકારને લોકડાઉનનું પગલું લેવાની ફરજ પડી છે. ત્યારે ઓરિસ્સાથી આવેલા કામવાળા બહેન માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને મેં તેમને 21 દિવસ માટે મારા પરિવાર સાથે રહેવા અને જમવાની સગવડ આપવાનું કહ્યું હતું. મારી આ વાત સાંભળીને તેમની આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા અને તેમણે હૃદયપૂર્વક મારો આભાર માન્યો હતો. મારૂ માનવું છે કે દરેક પરિવાર માત્ર આવા એકાદ વ્યક્તિની જવાબદારી સંભાળે તો પણ આ વિકટ સમયમાં મોટી મદદ ગણાશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


મકાનમાલિકે કામવાળી બહેનને પોતાના ઘરમાં જ આશરો આપ્યો