કેનેડા: કેનેડાની રાજધાની ઓન્ટોરિયાની રહેવાસી 73 વર્ષીય મહિલા જોન મેકડોનાલ્ડ ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી છે. તેમના પેજ ટ્રેન વિથ જોનના 5 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે. ત્રણ વર્ષ પહેલાં તેઓ ઉંમર સંબંધિત બીમારી સહિત ઓવરવેટ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હતા.
5’3ની હાઈટ ધરાવતા જોનનો વજન 90 કિલોગ્રામ હતો. તેમણે જીમ જવાનું શરૂ કર્યું અને 22 કિલો જેટલું વજન ઘટાડ્યું. તેમના બોડી મસલ્સ સ્ટ્રોંગ થઇ ગયા. એક મીડિયા વેબસાઈટ મુજબ જોને આ વજન ઘટાડવા વેટ લિફ્ટિંગ, પ્રોપર ડાયટ પ્લાન અને ખાવામાં પ્રોટિનની માત્રા વધારી હતી. ત્યારબાદ તેઓ બોડી બિલ્ડર બની ગયા.